Wednesday, July 9, 2025
Homeવિડિઓસોયલ ટોલ નાકા પાસેથી કારમાં દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયા -...

સોયલ ટોલ નાકા પાસેથી કારમાં દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સ ઝડપાયા – VIDEO

એલસીબીની ટીમે બાતમીના આધારે દબોચ્યા : 408 બોટલ અને ક્રેટા કાર કબ્જે : લાલવાડી વિસ્તારમાંથી દારૂની બોટલ અને પાઉચ સાથે 3 શખ્સ ઝબ્બે

ધ્રોલ તાલુકાના સોયલ ટોલ નાકા પાસેથી એલસીબીની ટીમે ક્રેટા કારને આંતરીને તલાશી લેતા તેમાંથી રૂા. 3,07,476ની કિંમતની 408 બોટલ દારૂ અને કાર સહિત રૂા. 11 લાખના મુદામાલ સાથે 3 શખ્સને ઝડપી લીધા હતા. જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં ઇનકમ ટેકસ ઓફિસના ખૂણા પાસે દારૂની હેરાફેરી કરાતી હોવાની બાતમીના આધારે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફે 223 બોટલ દારૂ સાથે 3 શખ્સોને ઝડપી લીધા હતા.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ધોલ તાલુકાના સોયલ ટોલ નાકા પાસેથી પસાર થતી ક્રેટા કારમાં ઇંગલીશ દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે સોયલ ટોલ નાકે વોચ ગોઠવી હતી.

- Advertisement -

દરમ્યાન બાતમી મુજબની ક્રેટા કાર પસાર થતાં એલસીબીની ટીમે કારને આંતરી લીધી હતી. તલાશી લેતાં કારમાંથી રૂા. 3,04,776ની કિંમતની ઇંગ્લીશ દારૂની 408 બોટલ મળી આવતા એલસીબીએ દારૂનો જથ્થો, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ રૂા. 11,09,776ના મુદામાલ સાથે અશોક પ્રતાપ પરમાર, સાહિલ ફીરોઝ મોદી તથા સદામ સફીયા નામના 3 શખ્સને દબોચી લઇ ગુનો નોધી આગળની કાર્યવાહ હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરમાં લાલવાડી માર્ગ પર ઇનકમ ટેકસ ઓફિસના ખૂણા પાસે દારૂની હેરાફેરી કરાતી હોવાની હે.કો. શૈલેષભાઇ ઠાકરિયા, પો.કો. કિશોરભાઇ ગાગિયા, હે.કો. હિતેષભાઇ સાગઠિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ.ચાવડા, એએસઆઇ નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. શૈલેષભાઈ ઠાકરીયા, હિતેશ સાગઠિયા, પો. કો. કિશોરભાઇ ગાગિયા સહિતના સ્ટાફએ વોચ ગોઠવી રેઇડ દરમ્યાન રમેશ ગુલાબ સોમૈયા (રહે. પોરબંદર), પૃથ્વીનાથ વસંત યાદવ (રહે. વાપી), સુનિલ ગોપાલ રાજ્યપુરોહિત (રહે. વાપી) નામના 3 શખ્સને આંતરીને તલાશી લેતાં તેમની પાસેથી રૂા. 25 હજારની કિંમતની ઇંગ્લીશ દારૂની 13 બોટલ અને રૂા. 21 હજારની કિંમતના 210 નંગ દારૂના પાઉચ મળી કુલ રૂા. 46 હજારની કિંમતના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર તાલુકાના સિકકા ગામમાં સ્મશાન તરફ જવાના રસ્તે દારૂની ભઠ્ઠી હોવાની બાતમીના આધારે એલસીબી પીઆઇ વી. એમ. લગારિયા તથા સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન ધર્મેન્દ્રસિંહ પોલુભા જાડેજા (રહે. સિકકા) નામના શખ્સને રૂા. 8 હજારની કિંમતનો 40 લીટર દેશી દારૂ તથા રૂા. 22,500ની કિંમતનો 900 લીટર દારૂ બનાવવાના આથાના 6 બેરલ તેમજ રૂા. 400ની કિંમતના લોખંડના ગેસના બે ચુલા તથા રૂા. 3 હજારની કિંમતના ગેસના બે બાટલા સહિત કુલ રૂા. 33,900ની કિંમતનો મુદામાલ કબ્જે કરી ધર્મેન્દ્રસિંહની ધરપકડ કરી હતી.

ચોથો દરોડો જામનગર શહેરમાં ગુરૂદ્વારા ચોકડી નજીકથી પસાર થતાં શિવભદ્રસિંહ પોપટ ચુડાસમા અને નયનદીપસિંહ કનકસિંહ જેઠવા નામના બે શખ્સને સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતાં બન્નેના કબ્જામાંથી રૂા. 1 હજારની કિંમતની દારૂની બે બોટલ મળી આવતાં પોલીસે દારૂ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular