જામનગર તાલુકાના સિક્કા ગામમાં હોટલ પાસે બેસેલા શ્રમિક યુવાનને ત્રણ શખ્સોએ આવીને જેમ ફાવે તેમ ગાળો દઇ, ધોકા વડે તથા ઢીકાપાટુનો માર મારી, ઇજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિકકા ગામમાં મેપાણીવાસમાં રહેતો અને મજૂરીકામ કરતો અસગર ઇશાભાઇ મેપાણી (ઉ.વ.38) નામનો યુવાન બુધવારે રાત્રિના સમયે જાનકી હોટલ પાસે બેઠો હતો. તે દરમ્યાન કાસમ દલ, રીયાઝ દલ અને હસન દલ નામના ત્રણ શખ્સોએ આવીને અસગરને જેમ ફાવે તેમ ગાળો દેવા લાગ્યા હતા. જેથી અસગરે કહ્યું કે, “અમે તમને કયાં નડીએ છીએ.” તેમ જણાવતા ત્રણેય શખ્સોએ બોલાચાલી કરી, ધોકા વડે તથા ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ પી. એસ. ગોંડલિયા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.