Friday, May 29, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લાના ત્રણ મામલતદારોની બદલી

જામનગર જિલ્લાના ત્રણ મામલતદારોની બદલી

રાજ્યના કુલ 27 વર્ગ 1ના અધિકારીઓની બદલીનો ઓર્ડર : ખંભાળિયાના મામલતદારની બઢતી સાથે બદલી

રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લાના ત્રણ સહિત રાજ્યના વર્ગ 1ના 27 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ખંભાળિયાના એક સહિત રાજ્યના નવ મામલતદારોને બઢતી સાથે બદલી આપવામાં આવી છે.

- Advertisement -

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાત વહિવટી સેવા (જૂનિયર સ્કેલ) વર્ગ 1 સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના કાલવડના મામલતદાર ટી. બી. ત્રિવેદીની જૂનાગઢ ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડયૂટી તરીકે, જામનગર શહેર મામલતદાર એસ. આર. ત્રિવેદીની SLAO-O/o કલેક્ટર જામનગર ખાતે તથા જોડિયાના મામલદાર જિનેશ મહેતાની ભાવનગરના ડેપ્યુટી કમિશનર (મ્યુનિ. કોર્પોરેશન) ખાતે બદલી કરવામાં આવી છે. તેમજ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના મામલતદાર વાય. પી. ગઢવીને બઢતી સાથે દ્વારકા ડેપ્યુટી કલેકટર તરીકે નિમણુંક આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular