Friday, March 29, 2024
Homeરાજ્યભાટિયાના મહિલા સરપંચના પિતાને મારી નાખવાની ધમકી

ભાટિયાના મહિલા સરપંચના પિતાને મારી નાખવાની ધમકી

ત્રણ શખ્સો સામે એટ્રોસિટી સહિતનો ગુનો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા હમીરભાઈ હીરાભાઈ ભાંભી નામના 65 વર્ષના અનુસૂચિત જાતિના વૃદ્ધે ભાટિયાના રહીશ પ્રવીણભાઈ મસરીભાઈ ચાવડા, પ્રફુલભાઈ વલ્લભભાઈ ભાયાણી અને જેન્તીભાઈ કારૂભાઈ નામ પરમાર નામના ત્રણ શખ્સો સામે અવારનવાર જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી, અપમાનિત કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ ફરિયાદમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ફરિયાદી હમીરભાઈના પુત્રી ભાટિયા ગ્રામ પંચાયતના સરપંચ હોય અને હમીરભાઈ સરપંચના પ્રતિનિધિ તરીકે કામગીરી કરતા હતા. જ્યારે ફરિયાદમાં જણાવેલા આરોપી શખ્સોના પરિવારજનો પણ પ્રતિનિધિ તરીકે કાર્ય કરતા હોય, આરોપીઓએ પંચાયત દ્વારા કરવામાં આવતા કામોમાં પોતાના ત્રણેયના ખોટા બિલ મંજૂર કરવા અને સરપંચને તેઓ કહે તે પ્રમાણે કામ કરવા મહિલા સરપંચને કહી દેવા માટે તેણીના પિતા એવા ફરિયાદી હમીરભાઈ ભાંભીને દબાણ કરી અપમાનિત કર્યાનું તથા ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 504, 506 (2), 114 તથા એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ એસ.સી.એસ. ટી. સેલના ડી.વાય.એસ.પી. સમીર સારડા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular