Monday, October 14, 2024
HomeUncategorizedપરીખ પરિવાર દ્વારા યુ-ટયુબ ચેનલ લોંચ કરાશે

પરીખ પરિવાર દ્વારા યુ-ટયુબ ચેનલ લોંચ કરાશે

- Advertisement -

જામનગરના પરીખ પરિવાર દ્વારા છેલ્લાં 41 વર્ષથી વૈષ્ણવ તથા ભકિત સાહિત્ય પ્રેમીઓ માટે સાહિત્યની રચનાઓ રજૂ કરવામાં આવી છે. ત્યારે આગામી તા.22 મે થી પરીખ પરિવાર દ્વારા નવનીતલાલ કેશવલાલ પરીખની પૂણ્યતિથી નિમિત્તે યુ ટયુબ ચેનલનો પ્રારંભ કરવામાં આવનાર છે. 1981 થી પરીખ પરિવાર નિ:સ્વાર્થ ભાવે વૈષ્ણવો તથા ભકિત સાહિત્ય પ્રેમીઓની સેવામાં પ્રવૃત છે. પરિખ પરિવાર દ્વારા ભકિત સાહિત્યને ઉત્તમ રીતે રજૂ કરવા તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરની ઉચ્ચ કક્ષાની ગુણવતાને પ્રાધાન્ય આપી ઓડિયો સીડી/ઓડીઓ એમપી 3 / પ્રોફેશનલ કેસેટ/ પુસ્તકો તથા પેનેડ્રાઈવના માધ્યમથી આ ક્ષેત્રમાં પાયોનિયર તરીકે સેવા આપે છે. વિશ્ર્વભરમાં ઘરે ઘરે લોકપ્રિય થયેલ અને ભકિતરસ રેલાવી રહેલ પ્રથમ પ્રોફેશનલ કેસેટ સ્મરણાંજલિમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ ગાયકો કોૈમુદી મુનશી, આશિફ દેસાઇ, પુરુષોતમદાસ જલોટા, ઉદય મઝુમદાર, રાજુલ મહેતા, પૌરવી દેસાઈ અને રાજીવ મહેતાના કંઠે ગવાયેલ પાઠ-ભજન અને આરતીનો સંગ્રહ છે.

આ કેસેટના નિર્માતા નવનીતલાલ કેશવલાલ પરિખની પ્રથમ પૂણ્યતિથી નિમિત્તે પરિખ પરિવાર સ્મરણાંજલિકાના નામે પરિખ પરિવારની યુ-ટયુબ ચેનલનો તા.22 ના રોજ સવારે 10:00 વાગ્યે પ્રારંભ કરવામાં આવશે. https://youtu.be/KCrSH3IbUpk યુટયુબ ચેનલ ઉપર સાહિત્ય રજૂ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular