Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરબાઈક પર મુકવા આવી રહેલા યુવકને રાત્રિના સમયે કારણ વગર છરીના ઘા...

બાઈક પર મુકવા આવી રહેલા યુવકને રાત્રિના સમયે કારણ વગર છરીના ઘા ઝીંકયા

પાડોશી યુવકને મામાના ઘરે મુકવા જતા યુવક ઉપર હુમલો : વિનાકારણે ગાળો કાઢી છરીના ઘા ઝીંકયા : પોલીસ દ્વારા લુખ્ખા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર શહેરના ધરારનગરમાં રહેતો યુવક તેના મોટરસાઈકલ પર જતો હતો તે દરમિયાન સાત નાલા રેલવે પુલથી આવી મોટરસાઈકલ ઉભુ રખાવી પાડોશી શખ્સે છરીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-2 માં રામદેવપીરના મંદિરની પાછળ રહેતો અને ડ્રાઈવિંગ કરતો સિધ્ધરાજ ભીખુભાઈ નાગેશ (ઉ.વ.20) નામનો યુવક રવિવારે રાત્રિના સમયે તેના જીજે-10-ડીએચ-7860 નંબરના એકસેસ મોટરસાઈકલ પર તેની બાજુમાં રહેતાં નવાઝ સંધી નામના શખ્સને તેના મામાના ઘરે મૂકવા જતો હતો તે દરમિયાન સાત નાલા રેલવે પુલથી ડાબી તરફ જતા કાચા માર્ગ પર અંધારામાં સિધ્ધરાજ પાસે એકસેસ ઉભુ રખાવ્યું હતું અને નવાઝ સંધી નામના શખ્સે કોઇ કારણ વગર ગાળો કાઢી તેની પાસે રહેલી છરી વડે સિધ્ધરાજને વાંસામાં, કપાળમાં તથા જમણા હાથમાં ઘા મારી ઈજા પહોંચાડી હતી. કારણ વગર લુખ્ખાગીરી કરી યુવક ઉપર કરાયેલા હુમલા અંગેની જાણ કરતા પીએસઆઈ એન.પી. જોશી તથા સ્ટાફે નવાઝ સંધી વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular