Monday, November 29, 2021
Homeરાષ્ટ્રીયભાજપા રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગના પુત્રના લગ્ન યોજાયા

ભાજપા રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગના પુત્રના લગ્ન યોજાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યપાલ સહિત અનેક રાજકીય પાર્ટીના વરિષ્ઠ નેતા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પૃષ્ઠભૂમિના પરિવાર પંજાબના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગના પુત્ર વરૂણ ચુગના લગ્ન ભારતીય સેનાની પૃષ્ઠભૂમિના પરિવારની દિકરી શગુન સાથે યોજાયા હતાં. આ લગ્ન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી, જે.પી. નડ્ડા સહિતના અનેક દિગ્ગજો, મંત્રીઓ, ગર્વનર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચુગના પુત્ર વરૂણ ચુગના શુભ લગ્ન તાજેતરમાં સંપન્ન થયા હતાં. 19 ઓકટોબરના રોજ નવદંપતિનો આશિર્વાદ સમારોહ દિલ્હી ખાતે યોજાયો હતો. જેમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા, નીતિન ગડકરી સહિત ત્રણ ડઝન જેટલા ભારત સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહી નવદંપતિને આશિર્વાદ પાઠવ્યા હતાં.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાદગીપૂર્ણ સમારોહમાં ઉપસ્થિત રહી પરિવારના અગ્રણીની મશાલ સ્થાપિત કરી હતી.
તરૂણ ચુગના પુત્રવધુ શગુનના દાદા સુબેદાર પ્રિતમસિંહે પોતાની સેવા ભારતીય સેનાને સર્મપતિ કરી હતી. શગુનના દાદા તથા કાકા સુચ્ચાસિંહ 1962ના યુધ્ધમાં ઉરી સેકટરમાં યુધ્ધ લડી વિરગતિ પામ્યા હતાં. જ્યારે તરુણ ચુગ ભારત સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાના જુનિયર તરીકે સુપ્રિમકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે અને કેન્દ્ર સરકાર તરફથી સુપ્રિમકોર્ટમાં પ્રતિનિધિ પણ છે. બન્નેના આનંદકારજ શિખ રીતિ-રિવાજ અનુસાર સાદગીપૂર્વક જીરકપુર મોહાલીમાં ગુરુદ્વારા નાભાસાહીબમાં તા. 14 ઓકટોબરના રોજ યોજાયા હતાં.

આશિર્વાદ સમારોહમાં ભાજપા સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ, કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર, પિયુષ ગોયલ, અશ્ર્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, હરદીપસિંહ પુરી, મનસુખ માંડવીયા, ભૂપેન્દ્ર યાદવ, પુરુષોતમ રૂપાલા, જી. કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર, જીતેન્દ્રસિંહ, અશ્ર્વિનીકુમાર ચૌબે, અર્જુનરામ મેઘવાલ, જનરલ વી.કે. સિંહ, કૃષ્ણપાલ ગુર્જર, એસ.પી. બધેલ, રાજીવ ચંદ્રશેખર, મિનાક્ષી લેખી, સોમપ્રકાશ, અન્નપૂર્ણદેવી, બી.એલ. વર્મા, પ્રતિમા ભૌમિક, ડો. એલ. મુરુગન સહિતના વિવિધ પ્રશાસનીક અધિકારી, વિદેશી ડિપલોમેટ તથા મીડીયા જગતથી સુધીર ચૌધરી, દિપક ચોરસીયા, ચિત્રા ત્રિપાઠી ઉપરાંત કોંગ્રેસ આમ આદમી પાર્ટી, જેડીયુ, અકાલીદળ સહિતની રાજકીય પાર્ટીના વરિષ્ઠ નેતા, વિવિધ પ્રદેશના મુખ્યમંત્રી, પૂર્વમુખ્યમંત્રી, સાંસદ, વિધાયક, પૂર્વમંત્રી વગેરે નવદંપતિને આશિર્વાદ આપવા ઉપસ્થિત રહ્યાં હતાં.

આશિર્વાદ સમારોહમાં ઇસ્કોન દિલ્હીના ભવ્યશ્રી દ્વાર સ્થાપિત કૃષ્ણ મંદિર પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. જેણે ઉપસ્થિત મહેમાનોને પ્રભાવિત કર્યા હતાં. પ્રભુજી તથા તેની ટોલી દ્વારા મંત્રો તથા ભોજનના માધ્યમથી તમામ વરિષ્ઠ મહેમાનોને ભાવવિભોર કર્યા હતાં. વડાપ્રધાન સમારોહમાં ઉપસ્થિત રહી નવદંપતિને આશિર્વાદ આપતાં ગૌરવની ક્ષણ રહી હતી. આ સાથે તરૂણ ચુગના માતા કવિતા ચુગએ ઉપસ્થિત તમામ મહેમાનોને ભેટરૂપે શ્રીરામ ચરીત માનસની પ્રતિ ભેટ આપી આધ્યાત્મક અને સનાતન ધર્મની મજબૂતિનો સંદેશ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular