Thursday, March 28, 2024
Homeઆંતરરાષ્ટ્રીયડોલર સામે રૂપિયા બાદ યુરો પણ ગગડયો

ડોલર સામે રૂપિયા બાદ યુરો પણ ગગડયો

પ્રથમ વખત યુરોની કિંમત ડોલર કરતાં નીચી : ભારતીય રૂપિયો પણ 80ને અડવા આવ્યો

- Advertisement -

વીસ વર્ષમાં પ્રથમ વખત યુરોપિયન યુનિયનનું ચલણ યુરોનું મૂલ્ય એક યુએસ ડોલરથી નીચે ગયું છે. યુરોનું મૂલ્ય એક ડોલર સામે ઘટીને 0.99 થયું છે. આ પ્રથમ વખત છે જ્યારે એક યુરોનું મૂલ્ય એક ડોલરથી નીચે ગયું છે. જો કે, યુરો પાછળથી પુન:પ્રાપ્ત થયો અને હાલમાં 1.0024 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારથી યુરો અમલમાં આવ્યો ત્યારથી, તે હંમેશા ડોલર કરતાં વધુ મજબૂત ચલણ રહ્યું છે. પરંતુ યુક્રેન યુદ્ધ ફાટી નીકળ્યા પછી યુરોમાં તીવ્ર ઘટાડો થયો છે. યુદ્ધ પછીથી અત્યાર સુધીમાં તેની કિંમતમાં 12 ટકાનો ઘટાડો થયો છે. હવે યુરોનું મૂલ્ય ડોલરની નીચે ગયું છે. રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે યુરોપ ઈંધણની કટોકટીનો સામનો કરી રહ્યું છે. યુરોપ તેની ગેસની જરૂરિયાતના 40 ટકા રશિયા પાસેથી આયાત કરતું હતું. પરંતુ લડાઈ ફાટી નીકળ્યા બાદ યુરોપિયન યુનિયને રશિયા પાસેથી તેલની આયાતમાં ઘટાડો કર્યો છે.બીજી તરફ અમેરિકામાં મોંઘવારી દર 41 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે, જેના કારણે તમામ કરન્સી નબળી પડી છે. આમાં યુરોનો પણ સમાવેશ થાય છે. માર્કેટમાં એવું સેન્ટિમેન્ટ છે કે રોકાણકારો તેમના પૈસા પાછા ખેંચી શકે છે, તેથી ડોલરમાં મજબૂતી જોવા મળી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular