Monday, October 7, 2024
Homeરાજ્યહાલારલગ્ન કરવાની ના પડતાં બે શખ્સોએ ખેડૂત યુવાનને ધમકી આપી

લગ્ન કરવાની ના પડતાં બે શખ્સોએ ખેડૂત યુવાનને ધમકી આપી

યુવતી એક જ જ્ઞાતિની અને શખ્સ બેકાર હોવાથી પિતાએ લગ્નની ના પાડી : બે શખ્સો દ્વારા ધોકો અને છરી સાથે રાખી અપશખ્દો બોલી ધમકાવ્યા

- Advertisement -

જામનગર તાલુકાના આમરા ગામના વાડી વિસ્તારમાં રહેતાં ખેડૂત યુવાનને તેની પુત્રી સાથે લગ્ન કરવાની ના પાડતાં બે શખ્સોએ મનદુ:ખનો ખાર રાખી છરી અને લાકડાંના ધોકા વડે બાઇક પર આવી પતાવી દેવાની ધમકી આપયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -


આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના આમરા ગામના વાડી વિસ્તારમાં રહેતાં અમૃતલાલ હરજીભાઇ નકુમ નામના ખેડૂત યુવાનની પુત્રી સાથે તેના જ ગામમાં રહેતાં સુરેશ ગોરધન નકુમ નામના યુવાનને લગ્ન કરવા હતાં પરંતું યુવતીના પિતા દ્વારા બંન્ને એક જ જ્ઞાતિના અને શાખના હોય અને સુરેશ કોઇ કામ-ધંધો કરતો ન હોવાથી લગ્ન કરવાની ના પાડી હતી. આ બાબતનું મનદુ:ખ રાખી સુરેશ અને મનસુખ ગોરધન નકુમ નામના બે ભાઇઓએ તેની જીજે-10-સીએસ-7536 નંબરની બાઇક પર લાકડાંના ધોકા અને છરી સાથે રાખી આવ્યા હતાં અને યુવાન ખેડૂતને અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં હેકો.એમ.પી.સિંધવ તથા સ્ટાફે યુવાનના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular