ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા વિનોદભાઈ કુરજીભાઈ કુકડીયાની સોળ વર્ષીય પુત્રી કાજલબેન કે જે ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, તેણીને પરિક્ષાની ચિંતામાં રવિવારે તેણીએ પોતાના ઘરે લોખંડની જાળીમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા વિનોદભાઈ કુકડીયાએ અહીંની પોલીસને જાણ કરી છે.