Friday, March 29, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છજૂનાગઢની લૂંટેરી દુલ્હને કેશિયાના યુવાનને રૂા.2.35 લાખમાં નવડાવ્યો

જૂનાગઢની લૂંટેરી દુલ્હને કેશિયાના યુવાનને રૂા.2.35 લાખમાં નવડાવ્યો

- Advertisement -

જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતા યુવાન સાથે જૂનાગઢની યુવતીના લગ્ન થયા હતાં અને આ લગ્ન પૂર્વે યુવાનના પરિવારજનોએ 2,35,000 આપ્યા પછી લગ્ન થયા હતાં. લગ્ન બાદ યુવતી ઘરેથી નાશી ગઈ હતી જેથી યુવાન દ્વારા તેની પત્ની અને તેના સાસુ વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના કેશિયા ગામમાં રહેતાં વિપુલ ટપુભાઈ જાકાસણિયા નામના યુવાનના લગ્ન માટે જૂનાગઢમાં રહેતાં મધુબેન કોળીની પુત્રી રાધિકા સાથે વાતચીત ચાલતી હતી અને બન્ને એક બીજાને પસંદ કરતાં લગ્ન નકકી થયા હતાં. જેમાં છોકરીના પરિવારજનો દ્વારા યુવાન સાથે લગ્ન પેટે રૂા.2,35,000 આપવાની વાત થઈ હતી. જે યુવાનના પરિવારજનોએ આપી દીધા હતાં. ત્યારબાદ ગત 8 માર્ચના રોજ વિપુલ અને રાધિકાના લગ્ન થયા હતાં. દરમિયાન વિપુલના પિતરાઈ ભાઇએ રાધિકા અને તેની માતા મધુબેનનો યુ ટયુબમાં એક વીડિયો જોયો હતો જેમાં બન્ને મા-દિકરી લગ્ન કરાવી પૈસા પડાવી લેતા હતાં અને આ છેતરપિંડીમાં પોલીસે ધરપકડ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી આ વાત તેણે વિપુલને કરી હતી.

ત્યારબાદ વિપુલ આ વીડિયો અંગે તેના પરિવારજનોને અને રાધિકા તથા તેની માતાને વાત કરી હતી અને આ વાતચીત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી પરંતુ તે પૂર્વે જ રાધિકા તેના પતિને રાત્રિના સમયે નિંદ્રાધિન હાલતમાં છોડીને પલાયન થઈ ગઇ હતી. આ અંગેની જાણ થતા વિપુલે આખરે રાધિકા અને તેની માતા મધુબેન વિરુધ્ધ લગ્નના નામે રૂા.2.35 લાખની છેતરપિંડી આચરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ડી.પી.ચુડાસમા તથા સ્ટાફે માતા-પુત્રી વિરૂધ્ધ પૂર્વ આયોજિત કાવતરુ રચ્યાનો ગુનો નોંધી બન્નેની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular