Saturday, March 15, 2025
Homeરાજ્યજામજોધપુર પાલિકાના પ્રમુખે વિપક્ષના આક્ષેપ ફગાવ્યા

જામજોધપુર પાલિકાના પ્રમુખે વિપક્ષના આક્ષેપ ફગાવ્યા

મહિલા પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખી વિરોધપક્ષ વિરૂધ્ધ પગલાં લેવા માંગણી કરી

- Advertisement -

જામજોધપુર નગરપાલિકા કચેરીમાં તા. 26ના રોજ યોજાયેલ જનરલ બોર્ડની બેઠકમાં વિરોધપક્ષ કોંગ્રેસે નગરપાલિકાના પ્રમુખને ભ્રષ્ટાચારના આક્ષેપો અને નબળાં રોડના કામ અંગે પ્રમુખને દૂરબીન, માપપટ્ટી અને કાતર અર્પણ કરી નવતર વિરોધ કર્યા બાદ તા. 31ના રોજ પ્રમુખ દ્વારા આક્ષેપોનો જવાબ આપવા અને વાસ્તવિકતા જણાવવા જણાવ્યું હતું કે, તાજેતરમાં સુભાષ રોડ, ક્ધયા છાત્રાલય રોડ પર નબળું કામ થયું હોવાથી પ્રમુખ તરીકે નોટિસ પાઠવી કામ કરતી એજન્સીનું કામ રોકી છે.

- Advertisement -

આ સિવાયના બે રોડોનું કામ રોકી દીધેલ છે તથા રોડના કામનું 20 લાખ જેટલું પેમેન્ટ પણ રોકી દીધેલ છે. તેમજ ભ્રષ્ટાચાર નાબુદ કરવાના નારા લગાવ્યા તે ભ્રષ્ટાચારના પુરાવા વિરોધપક્ષ પાસે પુરતાં પુરાવા પણ નથી તેમજ તા. 26-12-20ના રોજ ધારાસભ્ય તથા કોંગ્રેસ પક્ષના 7 કોર્પોરેટર, એજન્સી કોન્ટ્રાકટર તથા સુપરવાઇઝ એન્જિનિયર તથા ચીફ ઓફિસર દ્વારા રોડનું ચેકિંગ કરવામાં આવેલ તેમજ આજદિવસ સુધી જવાબદાર વ્યક્તિ કોન્ટ્રાકટર સામે ક્ધસ્ટલીંગ સુપરવાઇઝર એન્જિનિયરે શા માટે પગલાં લીધેલ નથી અને આવા પગલાં કોને લેવાના હોય બોર્ડની મિટિંગમાં તે બાબતે ગંભીરતા લઇ તાત્કાલિક ઘટતું કરવા અને વિરોધપક્ષ દ્વારા કરવામાં આવેલ ગેરવર્તુણક અંગે યોગ્ય પગલાં લેવા તાત્કાલિક યોગ્ય આદેશ કરવા નગર પાલિકાના મહિલા પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિત જાણ કરતાં ચકચાર મચી જવા પામી છે. હવે જોવાનું એ રહેશે કે, ચીફ ઓફિસર વિરોધ પક્ષ વિરુધ્ધ કેવા પગલાં લેશે તે તો આગામી સમય નક્કી કરશે. જામજોધપુર નગરપાલિકામાં જનરલ બોર્ડમાં વિરોધપક્ષ કોંગ્રેસના આક્ષેપ પછી સાત દિવસ બાદ પ્રમુખે આક્ષેપ ફગાવ્યા મહિલા પ્રમુખે ચીફ ઓફિસરને પત્ર લખી વિરોધપક્ષ વિરુધ્ધ પગલા લેવા જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular