Thursday, July 10, 2025
Homeરાજ્યગુજરાતપહેલી વખત ફલાટમાં બેઠેલી પાયલની દર્દનાક કહાની...

પહેલી વખત ફલાટમાં બેઠેલી પાયલની દર્દનાક કહાની…

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મોટીસંખ્યામાં લોકોના મૃત્યુ થયા છે. જેમાં ફકત એક જ વ્યકિતનો ચમત્કારિક બચાવ થયો છે આ વિમાન દુઘર્ટનામાં પાયલ ખાટીક નામની યુવતીનું પણ મૃત્યુ થયું હતું. ત્યારે પાયલના પિતાએ રીક્ષા ચલાવીને તેને ભણાવી, કંપનીએ લંડન મોકલી પાયલ પ્રથમ વખત જ ફલાઈટમાં બેઠી હતી અને તેનો જીવનદીપ બુજાઇ ગયો.

- Advertisement -

મુળ રાજસ્થાનની અને ગુજરાતના હિંમતનગરમાં વ્યવસાય કરતી કંપનીમાં જોબ કરતી પાયલને કંપની લંડન મોકલી રહી હતી. તેણી પહેલીવાર ફલાઈટમાં બેસી રહી હતી. પાયલના પિતા સુરેશભાઈ ખટીકે લોડીંગ રીક્ષા ચલાવી હતી અને તેમની પુત્રીને શિક્ષણ આપ્યું હતું. તેમણે પોતાની દિકરીને સપનાઓને ઉડવા માટે પાંખો આપી હતી પરંતુ ભાગ્યને કંઈક બીજુ જ મંજૂર હતું. ગઈકાલે જે પ્લેન ક્રેશ થયું પાયલ પણ એ જ ફલાઈટમાં હતી. પાયલના મૃત્યુના સમાચારથી પરિવારમાં શોકનો માહોલ પણ છવાઈ ગયો છે. શું પાયલે કયારેય વિચાર્યુ હશે કે તેની પ્રથમ ફલાઈટ જર્ની છેલ્લી જર્ની બની જશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular