ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટ 7 જૂને નવું પોર્ટલ લોન્ચ કરશે. આ પોટર્લ પરથી કરદાતાને તાત્કાલિક રિફંડ મળી રહે તેવી સગવડ આપવામાં આવી છે. ઉપરાંત સામાન્ય કરદાતા પોતાનું રિટર્ન ફાઇલ કરી શકે તેવું સરળ બનાવવામાં આવ્યું છે.
ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે જાહેરાત કરી છે કે, પોટર્લ 1થી 6 જૂન 2021 દરમિયાન બંધ રહેશે. જ્યારે 7 જૂનથી નવું પોટર્લ કરદાતાઓને મદદરૂપ થાય તે લોન્ચ કરાશે. આ નવા પોર્ટલમાં ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવે તરત જ એસેસમેન્ટ ઓર્ડર કરી દેવાશે. નવા પોટર્લ પર ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવા માટે તેનું સોફટવેર ફ્રીમાં અપાશે. જે ઓનલાઇન અને ઓફ લાઇન ડાઉનલોડ કરી તેમાં કરદાતા રિટર્ન ફાઇલ કરી શકશે. એક જ ડેસ્ક બોર્ડ ઉપર કરદાતાઓ દ્વારા જરૂરી ફાઇલિંગ, પેન્ડિંગ ફાઇલિંગ તેમજ જરૂરી માહિતી નવા પોટર્લ પરથી કરદાતાઓને મળી રહેશે. નવા પોર્ટલને કોલ સેન્ટર દ્વારા સર્પોટ અપાશે. જેમાં કરદાતાઓને કોઇ પ્રશ્ર્ન હોય તો તેનો જવાબ તરત મળી શકશે. વધારામાં નવા પોટર્લ પર પ્રશ્ર્નો અને જવાબ દરેક સેકશનની સમજૂતી સાથેના વીડિયો તેમજ રિટર્ન ફાઇલ કરવાની સમજણ આપવામાં આવશેે. આ પોર્ટલ મોબાઇલ એપ ઉપર પણ કામ કરશે.
સાતમી જૂને આવકવેરા વિભાગનું નવું પોર્ટલ લોન્ચ થશે
આ પોર્ટલ પર કરદાતાઓને તત્કાલ રિફંડ મળશે: મોબાઇલ એપ પર આ પોર્ટલ કામ કરશે