Friday, December 9, 2022
Homeરાજ્યજામનગરવાયા રંગમતી, રણમલ તળાવમાં પહોચ્યા નર્મદાના નીર : VIDEO

વાયા રંગમતી, રણમલ તળાવમાં પહોચ્યા નર્મદાના નીર : VIDEO

મેયર, મંત્રી, પૂર્વમંત્રી સહિતના આગેવાનોએ કર્યા નર્મદા નીરના વધામણાં

- Advertisement -

વાયા રંગમતી, રણમલ તળાવમાં પહોચ્યા નર્મદાના નીર : મેયર, મંત્રી, પૂર્વમંત્રી સહિતના આગેવાનોએ કર્યા નર્મદા નીરના વધામણાં

- Advertisement -

અપર્યાપ્ત વરસાદને કારણે જામનગર શહેરની મધ્યમાં આવેલા રણમલ તળાવમાં પાણીનો પર્યાપ્ત જથ્થો નહીં આવતા સીઝન દરમ્યાન લગભગ 70 ટકા ભરાયેલાં તળાવને છલકાવી દેવા માટે નર્મદા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગઇકાલે રંગમતિ ડેમમાંથી છોડાયેલું પાણી કેનાલ વાટે તળાવમાં પહોંચી જતાં નર્મદા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા. શહેરના મેયર બીનાબેન કોઠારી, પૂર્વમંત્રી આર.સી. ફળદુ, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયા, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરા, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી સહિતના આગેવાનોએ વિધીપૂર્વક પૂજનવિધી કરી તળાવમાં પુષ્પ પધરાવ્યા હતા. આ તકે પૂર્વમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, રાજય સરકારની સૌ ની યોજના અંતર્ગત નર્મદાના પાણીને વાયા રંગમતિ થઇને તળાવમાં લાવવામાં આવ્યા છે. લગભગ 100 એમસીએફટી પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવતાં તળાવમાં હાલ 70 એમસીએફટી પાણી ઉપલબ્ધ છે. જયારે નર્મદાનું 30 એમસીએફટી પાણી ઠાલવીને રણમલ તળાવને છલોછલ કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લાં 3 વર્ષથી ભરપુર ચોમાસાને કારણે રણમલ તળાવ છલકાઇ ગયું હતું. આ વખતે અપર્યાપ્ત પાણીની આવકથી થોડું અધુરૂં રહેતાં નર્મદાના પાણીથી આ કમી પણ પુરી કરી દેવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular