Thursday, March 28, 2024
Homeરાષ્ટ્રીયઅયોધ્યામાં રામમંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ...

અયોધ્યામાં રામમંદિરના ગર્ભગૃહનો શિલાન્યાસ…

- Advertisement -

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ગર્ભગૃહનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કર્યું હતું. આ સાથે 29 મેથી શરૂ થયેલ સર્વદેવ અનુષ્ઠાનનું સમાપન થયું. હવે સીએમ યોગી ક્ધસ્ટ્રક્શન સાઇટ પાસે દ્રવિડિયન શૈલીમાં બનેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથની સાથે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના પ્રમુખ નૃત્ય ગોપાલ દાસ, સચિવ ચંપત રાય અને 250 સતો, રાજકીય હસ્તીઓ અને મહાનુભાવો હાજર રહ્યા. પ્રથમ પથ્થરની સ્થાપના બાદ, ગર્ભગૃહનુ કામ ડિસેમ્બર 2023 સુધીમા પૂર્ણ કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular