Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં “મેઘમહારાજ”ની પધરામણી

જામનગર શહેરમાં “મેઘમહારાજ”ની પધરામણી

- Advertisement -

છેલ્લાં ત્રણ-ચાર દિવસથી ગુજરાત અને સૌરાષ્ટ્રના જુદાં-જુદાં વિસ્તારોમાં ચોમાસાના આગમનની છડી પોકારતા વરસાદબાદ આજે બપોરે જામનગર શહેરમાં પણ મેઘ મહારાજનું આગમન થયું છે.

- Advertisement -

જામનગર શહેરમાં બપોરે સાડા બાર વાગ્યા આસપાસ રૂમ-ઝૂમ મેઘ સવારી આવી પહોંચી હતી. આકાશમાં છવાયેલાં કાળા વાદળોમાંથી મેઘધાર વરસતાં જ શહેરીજનોના હૈયા પુલકિત થઇ ઉઠ્યા હતાં. મોસમના પ્રથમ વરસાદે શહેરના રાજમાર્ગોને ભીના કર્યા હતાં. કેટલીક જગ્યાએ વરસેલા જોરદાર ઝાંપટાને કારણે પાણી પણ વહેતાં થયા હતાં. જયારે વરસાદ સાથે જ શહેરના કેટલાંક વિસ્તારોમાં રાબેતાં મુજબ વિજળી ગુલ થઇ ગઇ હતી. વિદેશી હવામાન સંસ્થા દ્વારા સોમવારે જામનગરમાં વરસાદના આગમનની અનુમાન કરાયું હતું. જે સાચું પડયું છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular