લાલપુર તાલુકાના ઝાખર ગામના પાટીયા તરફ જવાના માર્ગ પર આવેલાં કાર અથડાવાનો ખાર રાખી બાઇક સવારે કાર ઉપર જવલતંશિલ પદાર્થ રેડી સળગાવી નાખ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ટીંબળી ગામમાં રેહતાં જીતુરાજસિંહ અભેસંગ જાડેજા(ઉ.વ.44) નામના યુવાન શનિવારે રાત્રીના સમયે લાલપુર તાલુકાના ઝાખરના પાટીયા તરફના માર્ગ પર તેની જીજે-37-ટી-0603 નંબરની કારમાં જતાં હતાં તે દરમ્યાન જીજે-37-એફ-0227 નંબરના બાઇક સવારે પુરઝડપે બેફિકરાઇથી આવી યુવાનની કારમાં અથડાતા પડી ગયો હતો. આ બાબતો ખાર રાખી કાર ઉપર કોઇ જવલતંશિલ પ્રવાહી પદાર્થ છાટીને દિવાસળી ચાંપી સળગાવી નાંખી હતી. તેના કારણે યુવાનની કાર સળગી ગઇ હતી.
આ બનાવ અંગેની જાણ કરતાં હેકો. આઇ.ડી.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી થઇ યુવાનના નિવેદનના આધારે બાઇકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી બાઇક નંબરના આધારે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.