જામજોધપુર તાલુકાના પરડવા ગામ નજીકથી પસાર થતાં બાઇક સવારને સામેથી પુર ઝડપે બેફિકરાઇથી આવતાં બુલેટ ચાલકે અથડાવી અસ્કમાતમાં બાઇક સવાર યુવાનનું ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામમાં રહેતો મેહુલ રમેશભાઇ મણવર(ઉ.વ.34)નામનો પટેલ યુવાન ગત તારીખ 25ના રોજ સાંજના સમયે ઉપલેટાથી કામ પૂર્ણ કર્યા બાદ તેના જીજે-10-સીએસ-0882 નંબરના બાઇક પર ખાગેશ્રી ગામ તરફ આવતો હતો ત્યાર જામજોધપુર તાલુકાના પરડવા ગામ નજીક આવેલા વાડી વિસ્તારના રોડ પર પહોંચ્યો ત્યારે સામેથી પુર ઝડપે બેફિકરાયથી આવતાં જીજે-10-ડીસી-0143 નંબરના બુલેટના ચાલકે બાઇક સાથે બુલેટ અથડાવતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મેહુલ મણવર નામના યુવાનને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. અકસ્માતના બનાવની રિશિત મણવર દ્વારા જાણ કરાતાં હેકો.જી.આઇ.જેઠવા તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.