જામનગર તાલુકાના દરેડ ગામના બસ સ્ટેન્ડ પાસેથી અજાણ્યા યુવાનની લોહી લુહાણા હાલતમાં લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યા કરાઈ છે ? કે કેમ તે અંગે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામના બસ સ્ટેન્ડ પાસેથી આજે સવારે શ્રમિક જેવા લાગતા યુવાનની લાશ મળી આવ્યાની જાણ થતા પંચ બી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી તેમજ યુવાનની હત્યા કરાઇ છે કે કેમ ? તે દિશામાં તપાસ આરંભી હતી.