Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં નિરામય ગુજરાત અભિયાનનો પ્રારંભ

જામનગર શહેરમાં નિરામય ગુજરાત અભિયાનનો પ્રારંભ

લાભાર્થીઓના નિરામય કાર્ડ, ડિઝિટલ હેલ્થ આઈડીનું વિતરણ કરાયું : 30 થી વધુ વય ના નાગરિકોની દર શુક્રવારે આરોગ્ય સ્ક્રીનિંગ તપાસ કરાશે

- Advertisement -

હાલના સમયમાં અતિ વ્યસ્ત જીવન શૈલીને કારણે સામાન્ય પ્રજામાં પણ લોહીનું ઉંચુ દબાણ, ડાયાબિટીસ, કીડનીના રોગો વિવિધ પ્રકારના કેન્સર જેવા ગંભીર રોગો વ્યાપી રહ્યા છે. ત્યારે ગુજરાતના રાજ્યના નાગરિકોને તંદુરસ્તી બક્ષે અને બીમારીઓથી સુરક્ષા કવચ આપવા માટે નિરામય ગુજરાત અભિયાનનો આજરોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યવ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

નિરામય ગુજરાત અભિયાન હેઠળ જામનગર શહેર કક્ષાનો કાર્યક્રમ આઈ કે જાડેજાના હસ્તે એમ પી શાહ ટાઉનહોલ જામનગર ખાતે યોજાયો હતો. આ મેગા હેલ્થ કેમ્પમાં નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. અભિયાન હેઠળ રાજ્યમાં બીનચેપી રોગથી લોકોની કાળજી લેવા 30થી વધુ વયના નાગરિકોની દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના પ્રાથમિક અને આરોગ્ય કેન્દ્રો તેમજ સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સ્ક્રીનીંગ તપાસ કરવામાં આવશે જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગના સ્ક્રીનીંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય જનને આરોગ્ય ખર્ચ પણ બચશે. આ તકે લાભાર્થીને નિરામય કાર્ડ, ડિઝિટલ હેલ્થ આઈડી, MA PMJAY કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત 50 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન આઈ કે જાડેજા, મેયર બીનાબેન કોઠારી, ડે. મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષભાઈ કટારિયા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડયા, શાસક પક્ષ દંડક કેતનભાઈ ગોસરાણી, કમિશનર વિજયકુમાર ખરાડી, શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી પ્રકાશભાઇ બાંભણિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular