Tuesday, March 19, 2024
Homeઆંતરરાષ્ટ્રીયએન્ટાર્કટિકામાં 4 મહિના લાંબી રાતનો પ્રારંભ

એન્ટાર્કટિકામાં 4 મહિના લાંબી રાતનો પ્રારંભ

માઇનસ 80 ડિગ્રી સુધી જશે તાપમાન, હવે 4 મહિના બાદ જ થશે સૂર્યોદય

- Advertisement -

ધરતી પર રહીને બીજા ગ્રહ પર રહેવાનો અનુભવ મેળવવો હોય તો એન્ટાર્ટીકા શ્રેષ્ઠ સ્થળ છે. સમગ્ર વિશ્વમાં ચાર મોસમ હોય છે. પરંતુ એન્ટાર્ટીકામાં શિયાળો અને ઉનાળો એમ બે જ સીઝન હોય છે અને આજ કારણે છ મહિના અંધકાર અને છ મહિના અજવાળુ રહે છે. 12મી મે ના રોજ એન્ટાર્ટીકામાં આખરી સૂર્યાસ્ત થયો હતો. હવે છ મહિના પછી ઓકટોબરમાં ફરી સૂર્યપ્રકાશ રેલાશે. વાસ્તવમાં પૃથ્વીનું પરિભ્રમણ ‘આડુ’ છે એટલે અહીં છ મહિના ઉજાશ તથા છ માસ અંધકાર રહે છે.

- Advertisement -

અહીં યુરોપનું કેન્કોર્ડિયા રિસર્ચ એન્ટર છે તેમાં 12 વૈજ્ઞાનિક મૌજૂદ છે. હવે છ માસ તેઓ સૂર્યપ્રકાશ નહીં નિહાળી શકે. દુનિયાભરમાં નિયમિત રીતે સૂર્યોદય થશે પરંતુ એન્ટાર્ટીકામાં અંધકાર જ છવાયેલો છે.

અલબત, વૈજ્ઞાનિકો માટે વર્તમાન સમય શ્રેષ્ઠ છે અને મહતમ સંશોધન અત્યારે જ થાય છે. અત્યારના સમયગાળામાં તાપમાન માઈનસ 80 ડીગ્રી સુધી પહોંચી જાય છે. છેલ્લા સૂર્યાસ્ત વખતે વૈજ્ઞાનિકોએ જશ્ન મનાવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular