Monday, October 14, 2024
Homeસ્પોર્ટ્સT-20 વર્લ્ડ કપ 2021: એક મેચ અને 3 ટીમની કિસ્મત દાવ ઉપર

T-20 વર્લ્ડ કપ 2021: એક મેચ અને 3 ટીમની કિસ્મત દાવ ઉપર

- Advertisement -

T-20 વર્લ્ડ કપ 2021ની અત્યંત મહત્ત્વપૂર્ણ મેચ આજે અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાવા જઈ રહી છે. અબુ ધાબીમાં આયોજિત આ મેચ પર કરોડો ભારતીય ફેન્સની નજર રહેશે. કારણ કે જો કીવી ટીમ આ મેચ જીતી જશે તો વિરાટ સેના પોઈન્ટના ગણિતથી માત ખાઈ આ ટૂર્નામેન્ટની બહાર ફેંકાઈ જશે. તેવામાં આજે ઈન્ડિયન ટીમ સહિત તમામ ફેન અફઘાનિસ્તાની ટીમને ચિયર કરતા જોવા મળશે. ગ્રુપ-Aમાંથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાએ પોતાનું સ્થાન પાક્કુ કરી લીધું છે. તેમ ગ્રુપ-Bમાં પાકિસ્તાન પણ ક્વોલિફાય થઈ ગઈ છે. ગ્રુપ-Bમાં ભારે રસાકસી જોવા મળી છે. અત્યારે હજુ સુધી એ નક્કી નથી થયું કે આ ગ્રુપમાંથી બીજી કઈ ટીમ ક્વોલિફાય થશે.

- Advertisement -

અફઘાનિસ્તાનના જીતવાથી ગ્રુપ-2માં ત્રણ ટીમ વચ્ચે નેટ રન રેટની રેસ શરૂ થશે. તેમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રસાકસીનો જંગ થઈ શકે છે. તેવામાં ઉલ્લેખનીય છે કે ભારતે હજુ સોમવારે નામિબિયા સામે મેચ રમવાની હોવાથી જો આમ થયું તો તે સરળતાથી ગણિત લગાવી મેચ જીતી શકે છે. જો આમ થયું તો ભારતના સેમિફાઇનલમાં પહોંચવાના ચાન્સ વધુ છે અને ન્યૂઝીલેન્ડ આ રેસની બહાર ફેંકાઈ જશે. કીવી ટીમ અફઘાનિસ્તાનને હરાવી સરળતાથી સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કરી લેશે. કારણ કે આ જીતથી તેના 8 પોઈન્ટ થઈ જશે અને જે ભારતની પહોંચની બહાર હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular