જામનગરના દરેડ પટેલ સમાજ પાસે અશ્વિન પટેલ ની ખોલીમાં રહેતા અને મજુરીકામ કરતા વીરપાલ બરાતીલાલ સક્સેના નામના યુવાને પત્ની સાથે બોલાચાલી થઇ હોઈ જેનું મનમાં લાગી આવતા પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગરના દરેડ પટેલ સમાજ પાસે અશ્વિન પટેલ ની ખોલીમાં રહેતા અને મજુરીકામ કરતા વીરપાલ બરાતીલાલ સક્સેના (ઉ.વ. 28) નામના યુવાને તેની પત્ની સાથે પાંચ દિવસ થી ઝઘડો કર્યો હોય અને તેણીને ઘરેથી કાઢી મુકેલ અને તેની સાથે બોલતા ન હતા જેનું મન માં લાગી આવતા શનિવારે સાંજના સમયે તેના ઘરે પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે તેમના પત્ની માયાદેવી દ્વારા પોલીસ ને જાણ કરતાં પંચ બી ડીવી. ના એ.એસ.આઈ. એમ.એલ. જાડેજા. તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.