Tuesday, June 23, 2026
Homeરાજ્યજામનગરજૂનાગઢમાં ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળનું સફળ રેસ્ક્યૂ, વન વિભાગે બચાવ્યો જીવ -...

જૂનાગઢમાં ખુલ્લા કૂવામાં ખાબકેલા સિંહબાળનું સફળ રેસ્ક્યૂ, વન વિભાગે બચાવ્યો જીવ – VIDEO

જૂનાગઢ શહેરમાં વહેલી સવારે દિલધડક ઘટના સામે આવી હતી. વાણંદ સોસાયટી વિસ્તારમાં આજે સવારે આશરે 5 વાગ્યે એક સિંહબાળ અકસ્માતે ખુલ્લા કૂવામાં ખાબક્યું હતું. ઘટનાની જાણ થતાં જ ડુંગર સાઉથ રેન્જના વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.

- Advertisement -

વન વિભાગની ટીમે સુનિયોજિત આયોજન સાથે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી સિંહબાળને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢ્યું હતું. સમગ્ર કામગીરી દરમિયાન સિંહબાળને કોઈપણ પ્રકારની ઇજા પહોંચી નહોતી, જેના કારણે વન વિભાગ અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


રેસ્ક્યૂ બાદ સિંહબાળને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યું છે અને તેની સંપૂર્ણ મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. વન વિભાગના જણાવ્યા મુજબ સિંહબાળ સંપૂર્ણ સ્વસ્થ જાહેર થયા બાદ તેને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. સાથે જ તેને તેની માતા સાથે પુન:મિલન કરાવવા માટે પણ જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
જૂનાગઢમાં સિંહોના વસવાટ વચ્ચે આવી ઘટનાઓ વન્યજીવોની સુરક્ષા માટે ખુલ્લા કૂવાઓને સુરક્ષિત બનાવવાની જરૂરિયાત પણ ઉજાગર કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular