જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, કે જેઓ પણ ઉત્સવ પ્રેમી છે, અને પ્રત્યેક ઉત્સવ જામનગરના પોલીસ હેડ ક્વાર્ટર માં પોતાના પોલીસ પરિવારની સાથે જ મનાવતા આવે છે. તેઓએ ગુરૂવાર રાત્રે પોલીસ હેડ ક્વાર્ટરમાં હોલિકા દહનના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગઈકાલે ધૂળેટીના પર્વની ઉજવણી પણ પોલીસ પરિવારની સાથે જ કરી હતી. તેઓએ પોતાના પત્ની સાથે પોલીસે હેડક્વાર્ટર માં પહોંચી જઈ ત્યાં હાજર રહેલા શહેરી વિભાગના ડીવાયએસપી અને ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી ઉપરાંત એલસીબી અને એસ.ઓ.જી.ના પોલીસ સ્ટાફ તથા અન્ય પોલીસ પરિવાર સાથે ધૂળેટીનું પર્વ ઉજવ્યું હતું, અને પોલીસ હેડક્વાટરમાં પણ ઉત્સાહ જનક વાતાવરણ જોવા મળ્યું હતું.