Thursday, May 7, 2026
Homeરાજ્યહાલારગોપમાં શ્વાસની તકલીફથી શ્રમિક યુવાનના પુત્રનું મોત

ગોપમાં શ્વાસની તકલીફથી શ્રમિક યુવાનના પુત્રનું મોત

જામજોધપુર તાલુકાના ગોપ ગામના પાટિયા પાસે ઝુંપડામાં રહેતા શ્રમિક યુવાનના બાળકને શ્વાસની તકલીફ થવાથી મોત નિપજયાના બનાવમાં પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ મૂળ જૂનાગઢના બિલખા રોડ ઉપર આવેલા લીરબાઇ પરામાં રામચોક વિસ્તારના વતની અને હાલ જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના પાટિયા પાસે ઝુંપડામાં રહી મજૂરીકામ કરતાં જીતુભાઇ ગીધાભાઇ પરમાર નામના શ્રમિક યુવાનનો પુત્ર કવિરાજ પરમાર (ઉ. અઢી વર્ષ) નામના બાળકને છેલ્લા દોઢ વર્ષથી શ્વાસની તકલીફની બિમારી થઇ હતી. આ બિમારી સબબ મંગળવારે સાંજના સમયે તબિયત લથડતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે હે.કો. જે. ડી. મેઘનાથી તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular