Saturday, May 30, 2026
Homeરાજ્યહાલારચાચાલાણા ગામમાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

ચાચાલાણા ગામમાંથી જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

પોલીસે રેઇડ દરમિયાન 22 હજારનો મુદામાલ કબ્જે કર્યો : 11,220ની રોકડ અને પાંચ મોબાઇલ ફોન જપ્ત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારની બદીને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત ચાચાલાણા ગામના વાડી વિસ્તારમાં દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -

ગઈ તા. 06/05/2026ના રોજ મોડી રાત્રિના 01:15 વાગ્યાના સુમારે કલ્યાણપુર પોલીસને મળેલી બાતમીના આધારે ચાચાલાણા ગામના નાયડા ધાર વાડી વિસ્તારમાં એકઢાળીયા નીચે લાઈટના અજવાળામાં રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન જાહેરમાં ગંજીપત્તાના પાના અને પૈસા વડે ‘તીનપત્તી રોન પોલીસ’ નામનો જુગાર રમતા સાત શખ્સો રંગેહાથ પકડાઈ ગયા હતા. જેમાં 1. દેવાતભાઇ ચનાભાઇ કરમુર (ઉ.વ. 35, રહે. દેવળીયા ગામ) 2. સંજયભાઇ સામજીભાઇ ગાધેર (ઉ.વ. 35, રહે. ચાચલાણા ગામ) 3. જેઠાભાઇ હરદાસભાઇ વરૂ (ઉ.વ. 33, રહે. દેવળીયા ગામ) 4. લાખાભાઇ મારખીભાઇ કાગડીયા (ઉ.વ. 29, રહે. ચાચાલાણા ગામ) 5. રામદેભાઇ વજશીભાઇ સોલંકી (ઉ.વ. 28, રહે. ચાચાલાણા ગામ) 6. નીતેશભાઇ રામભાઇ ભાટીયા (ઉ.વ. 38, રહે. દેવળીયા ગામ) 7. ગોવિંદભાઇ ખીમાભાઇ વરૂ (ઉ.વ. 45, રહે. દેવળીયા ગામ) વાળા ને પકડી પાડેલ ,સ્થળ પર થી પોલીસ દ્વારા રોકડ રકમ: રૂ. 11,220/,મોબાઈલ ફોન (નંગ-05): કિંમત રૂ. 11,000/,ગંજીપત્તાના પાના નંગ-52 એમ કુલ મળી ને મુદ્દામાલની કિંમત: રૂ. 22,220 જડ્પાયેલ

કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સુમાતભાઇ લાખાભાઇ વારોતરીયાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરી એ.એસ.આઈ. વજશીભાઇ કે. પોસ્તરીયા અને એ.એસ.આઈ. અંજલીબેન મકવાણા દ્વારા કરવામાં આવી હતી. કેસની વધુ તપાસ એ.એસ.આઈ. વજશીભાઇ પોસ્તરીયા ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular