Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વધુ બે મકાનોને નિશાન બનાવતાં તસ્કરો

જામનગર શહેરમાં વધુ બે મકાનોને નિશાન બનાવતાં તસ્કરો

ડિફેન્સ કોલોનીમાં યુવાનના મકાનમાંથી 77,500ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી : હાથી શેરીમાંથી સોની વૃધ્ધના મકાનમાંથી ખોટા હિરા અને ચાંદીની ચીજવસ્તુઓ ચોરાઇ : પોલીસ દ્વારા તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ

- Advertisement -

જામનગર શહેરના એરોડ્રામ રોડ પર આવેલી ડિફેન્સ કોલોનીમાં રહેતાં યુવાનના બંધ મકાનના તાળાં તોડી તસ્કરો રૂા.77,500ની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ગયા હતાં. જામનગર શહેરમાં સતનારાયણના મંદિર પાસે રહેતાં સોની વૃધ્ધના મકાનમાંથી તસ્કરો રૂા.43,500ની કિંમતના દાગીના અને ખોટા હિરા સહિતનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના એરોડ્રામ રોડ પર આવેલી ડિફેન્સ કોલોનીમાં ગાયત્રી મંદિર પાસે રહેતાં કલ્પેશ મંગળસિંહ રાઠોડ નામનો યુવાન તેના સાળાની ઘરે શનિવારે રાત્રી રોકાણ માટે ગયો હતો તે દરમ્યાન અજાણ્યા તસ્કરોએ મકાનના તાળાં તોડી પ્રવેશ કરી કબાટમાં રાખેલાં બે નંગ સોનાના ચેન, ત્રણ નંગ સોનાની વીટી, એક સોનાની નથડી, બે સોનાની કડી અને ત્રણ સોનાના પેન્ડલ તથા ચાંદીના એક જોડી સાંકળા અને કંકાવટી સહિત રૂા.77,500ની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ગયા હતાં. આ અંગેની કલ્પેશ દ્વારા જાણ કરાતાં પીએસઆઇ એસ.એમ.સિસોદિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં સતનારાયણના મંદિર પાસે આવેલાં હાથી શેરીમાં રહેતાં સુધિરભાઇ નારણદાસ ગુસાણી નામના નિવૃત સોની વૃધ્ધના મકાનમાં શનિવારે સવારના 8.30 વાગ્યાથી 10.45 સુધીના પોણા બે કલાકના સમય દરમ્યાન અજાણ્યા તસ્કરોએ દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી ઓસરીમાં રહેલાં હિંડોળાના પિતળના 26 નંગ સળિયા અને તિજોરીમાં રાખેલી લોખંડની પેટીમાંથી ચાંદીની એક કિટલી, ચાંદીનો નાનો કપ, ચાંદીની લોટી, બે નંગ ચાંદીની વાટકી, ચાંદીની કોતરણી વારૂ મેકઅપ બોકસ, હાથી દાંતની ચાર નંગ બંગળી, ચાંદીની હિરાવાળી બે નંગ બંગળી, પિતળના નાના-મોટા ચાર નંગ વજનીયા અને બે નંગ ચાંદીની બુટી તેમજ ખોટા હિરાવાળો ચેન તથા જુના ખોટા હિરા સહિતની રૂા.43,500ની કિંમતના દાગીના અને ચીજવસ્તુઓની ચોરી કરી ગયા હતાં. આ અંગેની સુધિરભાઇ દ્વારા જાણ કરાતાં પીએસઆઇ એન.વી.હરિયાણી તથા સ્ટાફે ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular