સૌરાષ્ટ્રની સાથી મોટી એવી જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના ડિમોલીશનને લઇ કેટલાંક વિભાગોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જામનગરની જી. જી. હોસ્પિટલના જૂના બિલ્ડીંગને પાડીને નવુ આધુનિક સુવિધા સાથેનું બિલ્ડીંગ નિર્માણ થનાર હોય જૂના બિલ્ડીંગના ડિમોલીશનને લઇ 10 જેટલા વિભાગોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જેની શહેરીજનોએ નોંધ લેવા તંત્રની યાદી જણાવે છે.