Sunday, December 3, 2023
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મકાનમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત ખેલંદા ઝડપાયા

જામનગર શહેરમાં મકાનમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત ખેલંદા ઝડપાયા

એલસીબીની ટીમનો દરોડો : 50,880 ની રોકડ રકમ અને મોબાઇલ કબ્જે

- Advertisement -

જામનગર શહેરના સરદારનગરમાં રહેતાં શખ્સ દ્વારા તેના ઘરે બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડી નાલ ઉઘરાવતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન 50,880ની રોકડ રકમ અને રૂા.21,000 ના મોબાઇલ મળી કુલ રૂા.71,880 ના મુદ્દામાલ સાથે સાત શખ્સોને ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના સરદારનગર શેરી નં.7 માં રહેતા વજશી લખમણ બરાઇ નામના શખ્સ દ્વારા તેના ઘરે બહારથી માણસો બોલાવી તીનપતિનો જૂગાર રમાડી નાલ ઉઘરાવતો હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઇ જે.વી. ચૌધરી તથા પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઈડ કરી હતી.

એલસીબીની ટીમે રેઈડ દરમિયાન વજશી લખમણ બરાઈ, સોમા ધના કરંગીયા, કરશન ગગુ ચાવડા, ખીમા નથુ ચાવડા, સામજી નરશી ચાડેચા, કાનજી જેઠા નડિયાપરા અને કમલેશ કારીયા ગઢવી સહિતના સાત શખ્સોને રૂા.50,880 ની રોકડ રકમ અને રૂા.21,000 ની કિંમતના છ નંગ મોબાઇલ મળી રૂા.71,880 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular