Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતસોમનાથ દાદાના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ

સોમનાથ દાદાના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ

રક્ષામંત્રી રાજનાથસિંહે કરાવ્યો પ્રારંભ : ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર. પાટિલ, મુળુભાઇ બેરા, ઋષિકેશ પટેલ, તેલંગણા અને પુડુચેરીના રાજયપાલની હાજરી : આજે એકસ્પો, બીચ સ્પોર્ટ્સ, લાઇટ-સાઉન્ડ શો

- Advertisement -

‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’ નો પ્રારંભ આજે સૌરાષ્ટ્રમાં દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અને દેશના રક્ષામંત્રી રાજનાથસિંહની વિશેષ ઉપસ્થિતિમાં થયો છે. 30 એપ્રિલ સુધી ચાલનાર ’સૌરાષ્ટ્ર – તમિલ સંગમ’ માં તામિલનાડુથી આશરે 3000 થી 5000 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જે સૌરાષ્ટ્રની મુલાકાત લેશે અને આ રંગારંગ ઉજવણીનો ભાગ બનશે. એક એવો સવાલ છે કે કાર્યક્રમ માટે સોમનાથ મંદિરની પસંદગી જ શા માટે કરવામાં આવી? તો, પ્રખર શિવ ઉપાસકો તરીકે દર વર્ષે હજારો તમિલ લોકો ભારતના સૌથી જૂના જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દર્શને આવે છે અને આ જ કારણ છે કે સૌરાષ્ટ્ર – તમિલ સંગમ માટે સ્થળ તરીકે સોમનાથને પસંદ કરવામાં આવ્યું છે.

- Advertisement -

સદીઓ પહેલા સૌરાષ્ટ્રમાંથી તામિલનાડુ જઇને વસેલા હજારો લોકોનો આજથી તા. 30 સુધી સોમનાથમાં સંગમ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં આ ભવ્ય કાર્યક્રમનું ઉદઘાટન આજે સવારે કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના હસ્તે થયું છે જેમાં તેલંગણા અને પુડુચેરીના રાજયપાલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા છે.

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા, આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, સાંસ્કૃતિક મંત્રી મુળુભાઇ બેરા, ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી, સાંસદ સી.આર.પાટીલ, રાજેશભાઇ ચુડાસમાની હાજરીમાં જાજરમાન સમારોહ શરૂ થયો છે. મૂળ તમિલી ઉપરાંત સૌરાષ્ટ્ર તમિલી સહિત 300 લોકોની ઉપસ્થિતિમાં થયેલા આ કાર્યક્રમમાં સોમનાથમાં ઓડીટોરીયમ ખાતે સવારે 11.30 થી 12.30 સૌરાષ્ટ્ર તમિલ જોડાણો અને ઈતિહાસ પર ઓડિયો-વિઝયુઅલ પ્રેઝન્ટેશન યોજાશે. જે પછી ફૂડ કોર્ટ લન્ચ બાદ 2.30 થી 3.30 વિવિધ થીમ પર સેમીનાર, 3.30 થી 4.30 અમૃત મોલમાં હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ એક્સ્પો, સાંજે 5 થી 7 બીચ ખાતે સ્પોર્ટસ એક્ટીવીટી, સાંજે 7 થી 7.30 સોમનાથ મંદિરમાં સંધ્યા આરતી, રાત્રે 8 થી 8.35 લાઈટ એન્ડ સાઉન્ડ શો અને 8.35 થી 9.10 વાગ્યા સુધી ડ્રોન યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular