Friday, April 19, 2024
Homeરાજ્યઓખામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને 'સાગર પરિક્રમા-2022' કાર્યક્રમ યોજાયો

ઓખામાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને ‘સાગર પરિક્રમા-2022’ કાર્યક્રમ યોજાયો

મત્સ્યોદ્યોગને લગતી વિવિધ યોજનાઓના 22 લાભાર્થીઓને 20 લાખથી વધુ રકમની સહાયનું વિતરણ કરાયું

- Advertisement -

ભારત સરકારના મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી વિભાગના કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષસ્થાને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઓખા ખાતે ‘સાગર પરિક્રમા 2022’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પરિક્રમાના પ્રથમ ચરણ અન્વયે કચ્છના માંડવી ખાતેથી દરિયાઈ માર્ગે મંત્રી ઓખા ખાતે આવી પહોંચ્યા હતા.

- Advertisement -

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે માંડવી-ઓખા-પોરબંદર -સોમનાથની દરિયાઈ માર્ગ સર્કિટ તૈયાર થવાની પૂરી સંભાવનાઓ છે. હાર્બરનો વિકાસ થાય તે માટે જળચર શ્રુષ્ટિ પણ ન જોખમાય અને માછીમારોને પણ યોગ્ય લાભ મળી રહે તેનું યોગ્ય સંતુલન કરી ઉચિત નિર્ણય લેવા કેન્દ્ર સરકાર તરફે પૂર્ણ પ્રયાસ કરાશે તેમજ જે નાગરિકોને પાકિસ્તાન દ્વારા બંદી બનાવવામાં આવ્યા છે તેઓને છોડાવવા અને સ્વદેશ પરત લાવવા ભારત સરકારમાં સફળ રજુઆત કરી ત્વરિત નિરાકરણ લાવવા પણ તત્કાલ પ્રયાસ હાથ ધરવામાં આવશે.

- Advertisement -

સાગર પરિક્રમાનો હેતુ લોકો સમક્ષ મૂકતા મંત્રીએ જણાવ્યું હતું કે ભારત સરકારે અમલમાં મૂકેલી મત્સ્યોદ્યોગની કિસાન ક્રેડિટ કાર્ડ જેવી વિવિધ યોજનાઓ સાગરકાંઠાના લોકો સુધી પહોંચાડી શકાય એ હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોને સામાન્ય માણસની પીડાનો ખ્યાલ છે અને તેથી 3 ટકા કેન્દ્ર તથા ૪ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવી ઝીરો ટકા વ્યાજથી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ લાભાર્થીઓને આર્થિક સહાય પુરી પાડી રહી છે.અને આ યોજના હેઠળ વિના વ્યાજે લૉનની આ સુવિધા આપતું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.તેમ જણાવી વધુમાં વધુ માછીમારો, પશુપાલકો તથા ખેડૂતભાઈઓને આ યોજનાનો લાભ લેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.આ તકે મંત્રીએ મત્સ્યોદ્યોગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને તેમના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળી તે પરત્વે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

- Advertisement -

મત્સ્યોદ્યોગ અબજો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ દેશમાં લાવવા સક્ષમ છે ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી દેશના મત્સ્યોદ્યોગને વેગ મળશે તેઓ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે આશાવાદ વ્યક્ત કર્યો હતો.જ્યારે સાંસદ પૂનમબેન માડમે ભારત સરકાર સતત માછીમારોના પ્રશ્નોને ધ્યાને લઇ આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સમૃદ્ધ બને અને તેમને અંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળી રહે તે માટે પ્રયત્નશીલ છે તેમ જણાવતાં ઉમેર્યું હતું કે આ વિસ્તારની મોટાભાગની વસ્તી મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલી છે અને સૌથી વધુ નિકાસ આ વિસ્તાર કરે છે ત્યારે સરકાર પણ અનેક યોજનાઓના માધ્યમથી માછીમારોને તથા મત્સ્યોદ્યોગને વિકસિત કરવા કટિબદ્ધ છે.

આ પ્રસંગે મત્સ્યોદ્યોગને લગતી યોજનાકીય માહિતી આપતા રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યના મત્સ્યોદ્યોગને વેગ મળે તે હેતુથી બજેટની રકમમાં ૯૩ ટકાનો વધારો કરી રાજ્ય સરકારે બજેટમાં 880 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.જ્યારે ડીઝલ ખરીદીમાં બે હજાર લિટરનો વધારો કરી તે અંગેની સબસીડી ઓનલાઇન સીધી ખાતામાં જ જમા થાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે.

આ ત્તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લાભાર્થીઓને કિસાન ક્રેડીટ કાર્ડ યોજના હેઠળ ૭ લાભાર્થીઓને રૂ. ૪.૪૨ લાખની સહાય, ઓ.બી.એમ.એન્જીનની ખરીદી પર સહાય યોજના હેઠળ બે લાભાર્થીઓને રૂપિયા ૧.૨૦ લાખની સહાય અને જમ્બો પ્લાસ્ટીક ક્રેટની ખરીદી પર સહાય યોજના હેઠળ બે લાભાર્થીઓને રૂ. ૧૪ હજારની સહાય, પશુપાલન વિભાગની કે.સી.સી.સહાય યોજના હેઠળ કુલ ૧૦ લાભાર્થીઓને રૂપિયા ૯.૬ લાખની સહાય તથા મરીન એન્જીનની ખરીદી પર સહાય યોજના હેઠળ એક લાભાર્થીને રૂ.૨,૫૭,૧૪૩ ની સહાય મળીને જિલ્લામાં કુલ ૨૨ લાભાર્થીઓને રૂપિયા ૨૦ લાખથી પણ વધુ રકમની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા, મત્સ્યપાલન વિભાગના સંયુક્ત સચિવ જે.બાલાજી, કેન્દ્રીય મત્સ્યપાલન સચિવ જે.એન.સ્વેન, જિલ્લા કલેક્ટર એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે.જાડેજા, કોસ્ટગાર્ડ ડી.આઈ.જી. કે.આર.દિપક, મત્સ્યોદ્યોગ નિયામક નીતીન સાંગવાન, સવિતાબેન રૂપાલા, જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, પ્રદેશ ભાજપ માછીમાર સેલ કન્વીનર મહેન્દ્રભાઈ જુંગી, તાલુકા ભાજપ પ્રમુખ, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન કેર, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહિલ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, ઓખા સાગરપુત્ર ફીશીંગ બોટ એસોશીએસન પ્રમુખ મનોજભાઈ મોરી, એન.એફ.ડી.બી.એકઝ્યુકેટીવ ડાયરેક્ટર મુર્તી, સભ્ય વેલજીભાઈ મસાણી તથા જિલ્લા ભાજપ અગ્રણી રામદેવસિંહ માણેક સહિત ખારવા સમાજના આગેવાનો તથા માછીમાર ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular