કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં રહેતી મહિલા તેના ઘર પાસે હતી ત્યારે પૂરઝડપે આવી રહેલી ઇકો કારના ચાલકે ઠોકરે ચઢાવતા મોત નિપજતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે રહેતા પુરીબેન વેજાણંદભાઈ ગોજીયા (ઉ.વ.28) નામના આહિર મહિલાને તેમના ઘર પાસેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા ઈક્કો કારના ચાલકે પાછળથી અડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેના કારણે તેણીનું મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પતિ વેજાણંદભાઈ રણમલભાઈ ગોજીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે અજાણ્યા ઈક્કો કાર ચાલક સામે ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ..એન. વાળા દ્વારા હાથ ધરવામાં આવી છે.


