Saturday, April 20, 2024
Homeરાજ્યસાંસદ પૂનમબેન માડમ દ્વારા ભાણવડ રેલ્વે સ્ટેશનથી યાત્રિયોની સુવિધાનું ઉદ્ઘાટન

સાંસદ પૂનમબેન માડમ દ્વારા ભાણવડ રેલ્વે સ્ટેશનથી યાત્રિયોની સુવિધાનું ઉદ્ઘાટન

- Advertisement -

ભાણવડ રેલ્વે સ્ટેશન પર તા. ૬ ના રોજ પ્લેટફોર્મ નંબર 1 પર બેઠક વ્યવસ્થા સાથે કવરશેડ, સંપૂર્ણ ઊંચાઈ ના વિસ્તૃત પ્લેટફોર્મ નં.1, મહિલાઓ માટે બિન-વાતાનુકૂલિત વેઈટિંગ રૂમ, સંપૂર્ણ ઊંચાઈ પ્લેટફોર્મ નં.2, લાલપુર જામ સ્ટેશન પર સંપૂર્ણ ઊંચાઈ ના વિસ્તૃત પ્લેટફોર્મ નં.1 અને ગોપજામ સ્ટેશન પર દિવ્યાંગજનો માટે શૌચાલય, બાલવા સ્ટેશન પર દિવ્યાંગજનો માટે શૌચાલય અને જામ જોધપુર સ્ટેશન ખાતે દિવ્યાંગજનો માટે શૌચાલયનું ઉદ્ઘાટન સાંસદ સભ્ય પૂનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -

સાંસદે તેમના સંસદીય વિસ્તરણ હેઠળના તમામ સ્ટેશનો પર થઈ રહેલા વિકાસ કાર્યો અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.આ પ્રસંગે ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલ સહિત ડિવિઝનના અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ભાણવડની જનતા, રેલ્વે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

ત્યારે કોરોના કાળ દરમિયાન જે ટ્રેન ના સ્ટોપ બંધ કરવામાં આવ્યા હતા તે ચાલુ કરવા માટે લોકો દ્વારા સાંસદ પૂનમબેન માડમ ને રજૂઆત કરવામાં આવી હતી

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular