Friday, March 29, 2024
Homeરાજ્યગુજરાતતૈયાર થશે શહેરી વિકાસનો રોડમેપ : પ્રધાનમંત્રી મોદી

તૈયાર થશે શહેરી વિકાસનો રોડમેપ : પ્રધાનમંત્રી મોદી

નાગરિકોની સુવિધાની જવાબદારી મહાનગર પાલિકા અને નગર પાલિકાની -મોદી : ગાંધીનગરમાં દેશભરના મેયરોને પ્રધાનમંત્રીનું સંબોધન

- Advertisement -

ગાંધીનગર ખાતે આજથી હોટલ લીલામાં બેદ્વિસીય મેયર કોન્કરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જે પી નડ્ડા દ્વારા આ કોન્કરન્સનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કોન્કરન્સમાં વર્ચ્યુઅલ માધ્યમ થકી સંબોધન કર્યું હતું.

- Advertisement -

અત્રે ઉલ્લેખનિય છે કે દેશભરમાંથી ભાજપ શાસિત તમામ મનપાના મેયરની હોટલ લીલામાં બે દિવસની કોન્ફરન્સ યોજવામાં આવી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા હાજર રા હતા. તેમણે પોતાના સંબોધનમાં મેયર માટેના આ કાર્યક્રમની કલ્પના કરવા બઘ્લ જે.પી. નડ્ડાને ધન્યવાદ પાઠવ્યા હતા. તેમણે નાગરિકનો સરકાર સાથે પહેલો સંબંધ સ્થાનિક બોડી સાથે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાને નાગરિકોની સુવિધાની જવાબદારી મહાનગરપાલિકા અને નગરપાલિકાની હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ વડાપ્રધાને જાહેરાત કરતા કલું હતું કે 25 વર્ષ માટે શહેરી વિકાસનો રોડમેપ બનાવવામાં આવશે. અને શહેરી વિકાસ આયોજનબદ્ધ થાય તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે.
આ ઉપરાંત વડાપ્રધાને સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કર્યા હતા અને તેમના દ્વારા અમદાવાદ પાલિકાના વિકાસ માટે કરવામાં આવેલા કાર્યોમાંથી હાલના ભાજપ શાસિત પાલિકાઓના મેયરોએ પ્રેરણા લેવી જોઇએ તેમ જણાવ્યું હતું. શહેરી ગરીબોના જીવન ધોરણમાં સુધારો થાય તે દિશામાં કાર્ય હાથ ધરવામાં આવ્યું છે તથા 100થી વધારે શહેરોમાં સ્માર્ટ સુવિધાઓનું નિર્માણ કરાયું હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.25 કરોડ ઘરને મંજૂરી અપાઈ હોવાની અને શહેરી ગરીબોનાં ઘર માટે 8 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહયું કે, શહેરોનો વિકાસ આયોજનબધ્ધ થાય તે ખૂબ જરૂરી છે. દરેક મેયરે પોતાના શહેરનો વિકાસ કરવાનો છે. તેમણે એમ પણ કહ્યું કે, વિકાસ એવો હોવો જોઇએ કે ભાજપના મેયરોનો સમયગાળો લોકો વર્ષો સુધી યાદ રાખે. સાથે-સાથે આ વિકાસ માનવકેન્દ્રિત અને માનવ જીવનને સરળ બનાવે તેવો હોવો જોઇએ. તેમણે મેયરોને અનુરોધ કરતાં કહયું કે, નાના-નાના લારીગલ્લાવાળો અને ફેરિયાઓને પણ ડિઝીટલ પેમેન્ટ કરતાં શીખો અને તેમનું જીવન ધોરણ ઉચું લાવવાનો પ્રયાસ કરો. નાગરિકોમાં પાણી અને વિજળી બચાવવાની આદત પડે તે માટે જાગૃતિ અભિયાન હાથ ધરવું જોઇએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular