ગરમીના દિવસોમાં પાણીની તરસ વારંવાર લાગતી હોય છે. કાળઝાળ ગરમીના દિવસોમાં જાહેર સ્થળોમાં આવતા-જતા લોકોને પાણી મળી રહે તે માટે જામનગરનો રીક્ષાચાલક યુવાન જલ સેવા કરવા માટે મોબાઈલ પરબ કાર્યરત કર્યુ છે. જામનગરમાં રીક્ષા ચાલતો યુવાન રીક્ષાની સાથે પાણીની પીવડાવવાની સેવા કરી રહ્યો છે. જાહેર સ્થળો, ચોક, શેરી અલગ-અલગ વિસ્તારમાં લોકોને જલ સેવા આપે છે.

હિરેન પાલા નામનો રીક્ષા ચાલકે જલ સેવાએ પ્રભુ સેવા માનીને લોકોને પાણી પીવડાવવાની સેવા કરે છે જે દૈનિક અંદાજીત 100 લીટર પાણી લોકોને પીવડાવે છે. પોતાની રીક્ષાની સાથે બે પાણીના નાના ટેન્ક રાખીને લોકોને પાણીની સેવા કરે છે. જયારે ગરમીના દિવસોમાં વારંવાર તરલ લાગતા અને રીક્ષામાં આવતા મુસાફરોએ પાણી માટે માંગ કરતા કે રીક્ષા રોકવતા જલ સેવાનો વિચાર આવ્યો. ત્યારે 2016થી રીક્ષામાં પાણીની સેવા શરૂ કરી હતી. જે અવિરત ચાલુ રાખી છે. લોકોને પાણી આપવા માટે વોટર પ્લાન્ટના લોકો નિશુલ્ક પાણી આપે છે. હિરેન પાલા પોતાની રીક્ષામાં બે પાણીની ટેન્ક અને ગ્લાસ સાથે રાખે છે. શહેરમાં વિવિધ સ્થળોએ નિયમિત પણ જલ સેવા આપે છે. વર્ષોથી પાણીની સેવા કરતા હિરેન પાલાની રીક્ષા જ જોવે તો તેને પાણી માટે રોકતા હોય છે. જાહેર સ્થળો ખાસ કરીને બપોરના સમયે ગરમીમાં ભાગદોડ કરતા લોકોને પાણીની આપી નિસ્વાર્થ સેવા કરે છે.