
નાધેડી ગામના સ્થાનિકોને રાત્રિના સમયે આકાશમાં અજાણી રોશની દેખાતા ચિંતાનો માહોલ સર્જાયો હતો. લોકોના શંકાસ્પદ હિલચાલ અંગે સરપંચે તરત જ સુરક્ષા એજન્સીને જાણ કરી, જેના આધારે જવાનો ઝડપથી સ્થળ પર પહોંચ્યા અને ચોકસાઇથી તપાસ કરી. પરંતુ આસપાસ કોઇ ડ્રોન કે અન્ય ઉપકરણ ના મળતા લોકોને રાહતનો શ્વાસ આવ્યો.