Tuesday, March 19, 2024
Homeરાજ્યજામનગરદિગુભાને ન્યાય અપાવવા રાજપૂત સંગઠનોની રેલી અને આવેદન

દિગુભાને ન્યાય અપાવવા રાજપૂત સંગઠનોની રેલી અને આવેદન

ખોટા આરોપોની તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માગ

- Advertisement -

જામનગરમાં ગૌ-વંશને બચાવવા માટે સરકાર સામે અવાજ ઉઠાવનાર રાજપૂત સમાજના અગ્રણી દિગુભા જાડેજા સામે નોંધવામાં આવેલા હત્યા પ્રયાસના અપરાધના વિરોધમાં ગજ કેસરી ફાઉન્ડેશન, ક્ષત્રિય યુવા સંગઠન, રાજપૂત કરણી સેના સહિતના જુદા જુદા નવ જેટલા રાજપૂત સંગઠનોએ બાઇક રેલી યોજી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં દિગુભા સામે લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવી નિષ્પક્ષ તપાસ કરવા માગણી કરવામાં આવી છે.

- Advertisement -

ગજ કેસરી ફાઉન્ડેશન દ્વારા કલેકટરને પાઠવવામાં આવેલા આવેદનમાં ફાઉન્ડેશનના પ્રમુખ ભરતસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજપૂત સમાજના યુવા અગ્રણી વિરેન્દ્રસિંહ (દિગુભા) જાડેજાએ જામનગરમાં પશુ ડોકટર દ્વારા લમ્પિગ્રસ્ત ગાયોને પાણીના ઇન્જેકશન આપવામાં આવતાં હોવાના કૌભાંડનો ભાંડો ફોડયો હતો. આ મામલે મુખ્યમંત્રીનું ધ્યાન દોરવા તેમણે આત્મ વિલોપનનો પ્રયાસ પણ કર્યો હતો. આમ ગૌ-વંશને બચાવવા માટે લડત ચલાવી રહેલા દિગુભા સામે હત્યા પ્રયાસની ખોટી કલમોનો ઉપયોગ કરી તેમનો અવાજ દબાવી દેવા પ્રયાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં આ મામલે તેમને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેના કારણે રાજપૂત સમાજ અને ગૌ-સેવા ભાવીઓની લાગણી દુભાઇ છે. ત્યારે દિગુભા સામેના લગાવવામાં આવેલા ખોટા આરોપોની નિષ્પક્ષ અને ન્યાય તપાસ કરાવવા જવાબદારો સામે પગલા લેવા માગણી કરવામાં આવી છે. આ રેલીમાં શહેરના પૂર્વમેયર અને તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થયેલા કનકસિંહ જાડેજા પણ જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular