જામનગરમાં ચોમાસાએ દસ્તક દીધી છે. ચોમાસાના આગમન સાથે જામનગરની બજારોમાં રેઇન કોટ, છત્રીની વિવિધ વેરાયટીઓનું આગમન થઇ ચૂકયું છે. લોકો છત્રી, રેઇનકોટની ખરીદી કરી રહ્યાં છે. જામનગર શહેરની બજારમાં એકથી એક ચડિયાતી છત્રી, રેઇનકોટ સહિતની વેરાયટીઓ ઉપલબ્ધ છે.
જામનગરમાં ક્રિકેટના બોલમાં ડિસ્પોઝેબલ રેઇનકોટની નવી વેરાયટીઓ બજારમાં આવી છે. બાળકો માટે ક્રિકેટના શોખને ઘ્યાને લઇ આ વેરાયટી બજારમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત છેલ્લા દોઢેક વર્ષથી બોટલ અમ્બ્રેલા પણ બજારમાં જોવા મળી રહી છે. જે દેખાવમાં પાણીની બોટલ જેવી લાગે છે. પરંતુ અંદર છત્રી હોય છે. જે પણ છેલ્લા થોડાં સમયથી લોકોની પસંદગી બની છે. આ ઉપરાંત અગાઉ બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરની ડીઝાઇનોવાળી છત્રીઓ, કેપ્સુલ અમ્બ્રેલા જેવી અનેક વેરાયટીઓ પણ જોવા મળે છે. આ સાથે અગાઉ જે લાંબા રેઇનકોટ આવતા હતા તેમાં હવે પેન્ટ-શર્ટ રેઇનકોટ ડિમાન્ડ વધુ હોય તે પણ ભારે માંગ હોય બજારમાં વિવિધ વેરાયટીમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત છેલ્લા બે થી ત્રણ વર્ષ દરમ્યાન રેઇનકોટ અને છત્રીમાં ભાવવધારો ન થયો હોવાનું પણ વેપારીઓ જણાવી રહ્યાં છે. જામનગરમાં રેઈનકોટમાં 100 રૂપિયાથી 1000 રૂપિયા સુધીમાં વિવિધ વેરાયટીઓ તથા છત્રીમાં રૂા.50 થી 400 રૂપિયા સુધીના ભાવોમાં વેરાયટીઓ ઉપલબ્ધ છે.