Tuesday, May 19, 2026
Homeરાજ્યહાલારજામજોધપુરમાં વેપારી દ્વારા ચાર વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ

જામજોધપુરમાં વેપારી દ્વારા ચાર વ્યાજખોરો વિરૂદ્ધ ફરિયાદ

જામજોધપુરની તિરૂપતિ સોસાયટીમાં રહેતાં વેપારી યુવાનએ વ્યાજે લીધેલી રકમનું વ્યાજ ચૂકવી દીધાં છતાં ઊંચા વ્યાજની ઉઘરાણી કરી ફોન ઉપર તથા રૂબરૂ યુવાન તથા તેના પિતાને ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ચાર વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામજોધપુરની તિરૂપતિ સોસાયટી, નવી પોસ્ટ ઓફિસ પાછળ રહેતાં રવિકુમાર વિજયભાઇ ગઢેચા (ઉ.વ.34) નામના લોહાણા વેપારી યુવાને બે વર્ષ અગાઉ સત્યજિતસિંહ જાડેજા પાસેથી રૂપિયા 45 હજાર વ્યાજે લીધા હતા. તે પેટે વેપારીએ રૂા. 3,26,500 ચૂકવી દીધા હતા. તેમજ સંદીપ કરણા કરોતરા પાસેથી 10 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જે પેટે રૂા. 42 હજાર ચૂકવ્યા હતા. તથા કાના કરશન મોવાણિયા પાસેથી 80 હજાર વ્યાજે લઇ તે પેટે એક લાખ ચૂકવી દીધા હતા. તેમજ દીપ પરાગ બાવરિયા નામના શખ્સ પાસેથી રૂા. 5,20,000 લીધા હતા. તે પેટે વેપારીએ રૂા. 2,24,000 ચૂકવી દીધા હતા. આમ, વેપારીએ ચારેય વ્યાજખોરોને રૂા. 6,92,000ની રકમ ચૂકવી આપી હોવા છતાં ચારેય વ્યાજખોરોએ વેપારી પાસેથી તેની સહીવાળા કોરા ચેક સિક્યોરિટી પેટે લીધાં હતાં. ઉપરાંત વ્યાજખોરો દ્વારા વેપારી યુવાન તથા તેના પિતાને રૂબરૂ તેમજ ફોન ઉપર પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં એએસઆઇ એલ. આર. ચાવડા તથા સ્ટાફએ ચાર વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular