જામનગર જીલ્લાના મિયાત્રા ગામે બે યુવકોને મજાક કરવી ભારે પડી છે. બે યુવકો ગામના પાદરમાં બેઠા હોય અને ત્યાંથી નીકળેલા એક શખ્સને મજાકમાં અશકા ક્યા ગયો હતો તેમ કહેતા બોલાચાલી થતા બાદમાં શખ્શે અન્ય શખ્સોને બોલાવી ફરિયાદી તેના દીકરા અને અન્ય એક યુવકને લોખંડના પાઈપ, લાકડાના ધોકા અને ધારીયા વડે માર મારી ઈજાઓ પહોચાડી ગાળો બોલતા પંચકોશીએ ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
જામનગર જીલ્લાના મિયાત્રા ગામે રહેતા જીતુભા જેસંગજી કેર તથા તેમના મિત્ર રાજેન્દ્રસિંહ હઠીસંગ કેર ગામના પાદરમાં બેઠા હતા તે દરમિયાન અશોકસિંહ નામનો શખ્સ ત્યાંથી નીકળતા જીતુભાએ મજાકમાં “અશકા ક્યા ગયો હતો ?” તેમ કહેતા અશોકસિંહ અને તેમના વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં અશોકસિંહ પોતાની ફોરવ્હીલમાં ભરતસિંહને સાથે લઇ આવતા બંનેએ જીતુભાને લોખંડના પાઈપ વડે જમણા હાથમાં ફ્રેકચરની ઈજાઓ પહોચાડતા જીતુભાનો દીકરો અને રાજેન્દ્રસિંહ વચ્ચે પડતા પાછળથી આવેલા શખ્સો રણજીતસિંહ, દિલીપસિંહ,રવિરાજસિંહ, દશરથસિંહ, હરદેવસિંહે લાકડાના ધોકા વડે માર મારતા બન્નેને માથાના ભાગે ઈજાઓ પહોચાડી હતી. તેમજ દિલીપસિંહે જીતુભાના માથાના ભાગે ધારિયાનો ઘા કરતાં ટાંકા તથા વાસાના ભાગે ઈજાઓ કરી ગાળો કાઠતાં સાત શખ્સો વિરુધ જીતુભાએ આઈપીસી કલમ 323,325,294(ખ),506(2),114 તથા જીપી એક્ટ 135(1) મુજબ પંચકોશીએ ડીવીઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી.