જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન બાદ ફરાર થયેલા કેદીને પેરોલ ફર્લો સ્કવોડએ જકાત નાકા પાસેથી દબોચી લઇ જેલહવાલે કર્યો હતો.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના સિક્કા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022માં નોંધાયેલા હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં જામનગરની જેલમાં રહેલા દેવાંગ ઉર્ફે કાનો રામભાઇ ચાવડા (ઉ.વ.35) નામના કેદીએ વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ ફરાર થઇ ગયો હતો. આ કેદી અંગે ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઇ ડાંગર, કરણસિંહ જાડેજા, લગધીરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ. વી. ભાટીયા, એએસઆઇ ગોવિંદભાઇ ભરવાડ, લગધીરસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, હે.કો. સુરેશભાઇ ડાંગર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મહિપાલભાઇ સાદિયા, હાર્દિકભાઇ ભટ્ટ, પો.કો. દિલીપસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, એલસીબી હે.કો. નિર્મળસિંહ જાડેજા, પો.કો. બળવંતસિંહ પરમાર સહિતના સ્ટાફએ ગોકુલનગર, જકાત નાકા પાસેથી દેવાંગ ઉર્ફે કાનો ચાવડા નામના શખ્સને દબોચી લઇ જિલ્લા જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.


