લાલપુર તાલુકાના ઝાખર ગામમાં હોટલના પાર્કિંગમાં તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને મેઘપર પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામનગરમાં ઘાંચીની ખડકી વિસ્તારમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે રૂા.6150 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો લાલપુર તાલુકાના ઝાખર ગામમાં આવેલી હોટલના પાર્કિંગમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમાતા સ્થળે મેઘપર પોલીસે રેઈડ દરમિયાન જયસુખ લાલજી વરિયા, હાર્દિક વેલજી વાડોલિયા, મહેશ વાલા રાઠોડ નામના ત્રણ શખ્સોને રૂા.12700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના ઘાંચીની ખડકી, વહેવારીયા મદ્રેસા પાસે વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા સબીર મહમદ મુલ્લા નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.4150 ની રોકડ રકમ અને બે હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.6150 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતાં આ વર્લીમટકાના જૂગારમાં અયુબ દલ, જમલશા પીરની દરગાહ પાસે પાનની દુકાનનો સંચાલક તથા અખ્તર શેખ નામના ત્રણ શખ્સોના નામ ખુલતા ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં જાહેરમાં એકીબેકીનો જૂગાર રમતા કાસમ અનવર ગજણ, નીજામ ગની બાબવાણી, અબ્દુલ હાસમ સાયચા, ઈબ્રાહિમ આમદ કુંગડા નામના ચાર શખ્સોને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.1720 ની રોકડ રકમ સાથે એકીબેકીનો જૂગાર રમતા ઝડપી લીધા હતા.


