Saturday, July 19, 2025
Homeરાજ્યદ્વારકાના વોર્ડ નં.4માં લાઇટ પાણી સફાઇના અભાવ અંગે રજૂઆત

દ્વારકાના વોર્ડ નં.4માં લાઇટ પાણી સફાઇના અભાવ અંગે રજૂઆત

વોર્ડ નં.4ના રહેવાસીઓએ પ્રાંત અધિકારી અને નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી

દ્વારકા નગરપાલિકા દ્વારા લોકોને લાઇટ, પાણી અને સફાઇની પૂરતી સુવિધા આપવામાં આવતી ન હોય સ્થાનિકો દ્વારા દ્વારકા પ્રાંત અધિકારી અને નગરપાલિકા ના પ્રમુખ સમસ્યાઓ અંગે રજુઆત કરી હતી.

- Advertisement -

દ્વારકા નગર પાલિકા નાં વોર્ડ નં 4 ઘનશ્યામ નગર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી પાણી,સફાઈ અને લાઈટ જેવા અનેક પ્રકારની સમસ્યાઓ નાં પ્રશ્ને આજે સ્થાનિક મહિલાઓ,વડીલો અને યુવાનો આજે દ્વારકા પ્રાંત અને દ્વારકા નગરપાલિકા કચેરી ખાતે દોડી આવ્યા.

દ્વારકા નગરપાલિકા એ પાણી, લાઈટ અને સફાઈના અભાવે સ્થાનિક લોકો દ્વારકા પ્રાંત અધિકારી અને નગરપાલિકાના પ્રમુખ પાસે આવી કડક રજુઆત કરી.તેમજ જો સમસ્યાનો વહેલીતકે ઉકેલ નહિં આવે તો લોકો દ્વારા તમામ પ્રકારના વેરા નહીં ભરવાની ચિમકી ઉચ્ચારી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular