Saturday, March 15, 2025
Homeરાજ્યગુજરાતASI અને PSIની ભરતીમાં ચાલી રહેલ અનામત વિવાદ અંગે પ્રદિપસિંહ જાડેજાની સ્પષ્ટતા

ASI અને PSIની ભરતીમાં ચાલી રહેલ અનામત વિવાદ અંગે પ્રદિપસિંહ જાડેજાની સ્પષ્ટતા

હાલમાં જ ગુજરાતમાં ASI અને PSIની ભરતી બહાર પાડવામાં આવી છે. પરંતુ ભરતીમાં અનામતને લઇને વિવાદ ચાલી રહ્યો છે તે મામલે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્રારા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે. આ જાહેરાતમાં અનામત અંગે કેટલાક વિવાદિત નિર્ણયો લેવામાં આવ્યા હોવાનો દાવો છે. ત્યારે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભરતી પ્રક્રિયા નિયમો અનુસાર જ ચાલી રહી છે. પરંતુ લોકો સોશિયલ મીડિયામાં ભ્રમ ફેલાવી રહ્યા છે.

- Advertisement -

હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા PSI અને ASI ની ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જો કે આ ભરતી જાહેર થતાની સાથે જ વિવાદિત થઇ ગઇ છે. આ અંગે આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમને જાતીવાદી રાજકારણ ફાવતું નથી. પોલીસ ભરતી સંપુર્ણ નિયમાનુસાર થઇ રહી છે. અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે. આ ભરતીમાં અનામત વર્ગની ભરતીમાં કોઇ પ્રકારનો ઘટાડો થયો નથી. આ પ્રક્રિયા સંપુર્ણ નિયમ અનુસાર જ કરવામાં આવી છે. જે લોકો સોશિયલ મીડિયામાં ભ્રમ ફેલાવી રહ્યા છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે આ અંગે પત્રો વાયરલ કરવામાં આવી રહ્યા છે. સાયબર સેલ દ્વારા લોકો વિરુદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. ટુંક સમયમાં તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. ભરતી કોર્ટનાં આદેશ અને બંધારણ અને કાયદાને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular