જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. શેખ, કે જેઓ જામનગર થી અજમેરની સાઇકલ યાત્રા પર નીકળ્યા છે. જેઓને પંચકોશી એ ડિવિઝનના પોલીસ સ્ટાફ તેમજ અન્ય પરિવારજનો અને સ્નેહીજનો દ્વારા ફુલહાર અને પુષ્પવૃષ્ટિ કરી ભવ્ય વિદાય અપાઇ હતી.
View this post on Instagram

પોલીસ ઇન્સ્પેક્ટર એન.એમ. શેખ, કે જેઓ ગઈકાલે જામનગર થી અજમેર સુધીની સાઇકલ યાત્રા પર નીકળ્યા છે, અને પર્યાવરણ તેમજ ભાઈચારાની ભાવના અને સંદેશા સાથે તેઓ 800 કિલોમીટર નું અંતર સાયકલ પર યાત્રા સાથે પૂર્ણ કરીને અજમેર શરીફની દરગાહે દર્શન કરશે. તેઓના આ યશસ્વી નિર્ણય સાથે અનેક લોકોને પર્યાવરણ અને ભાઈચારાની ભાવના માટેનો સુંદર સંદેશો આપ્યો છે.