Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરપ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા કરાયેલ રેમડેસિવર ઇન્જેકશન વિતરણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

પ્રદેશ ભાજપ અધ્યક્ષ દ્વારા કરાયેલ રેમડેસિવર ઇન્જેકશન વિતરણ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ

જામનગર શહેર તથા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ફરિયાદ નોંધાવાઇ

- Advertisement -

હાલમાં કોરોના વૈશ્વિક મહામારીએ અજગરી ભરડો લીધો છે. દર્દીઓ હોસ્પિટલમાં બેહાલ થઇ રહ્યા છે. કોરોના સારવાર માટે મહત્વપૂર્ણ રેમડેસિવર ઇન્જેકશન તેમજ ઓકિસજનનો અભાવનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં સુરતમાં ભાજપ કાર્યલયમાંથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રેમડેસિવર ઇન્જેકશનના વિતરણ કરવા અંગે જામનગર જિલ્લા કોંગ્રસ પ્રમુખ જીવણભાઇ કુંભારવડિયા તથા શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા સીટી બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ નોંધાવી આ અંગે કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -


હાલમાં ગુજરાતમાં કોરોનાનો કાળોકહેર વર્તાય રહ્યો છે એવા સંજોગમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સુરત શહેરમાં 5000 રેમડેસિવર ઇન્જેકશનનું વિતરણ કર્યું તેમની પાસે ડ્રગ અને કેમીસ્ટનું કોઇ લાઇસન્સ ન હોવા છતાં તેમણે વિતરણ કર્યું હતું. જે ગેરકાયદેસર છે. આથી તેમની વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જીવણભાઇ કુંભારવડિયાએ જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular