પીજીવીસીએલ દ્વારા પોલીસને સાથે રાખી સીક્કામાં માથાભારે શખ્સો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોના ઘરે ચેકિંગ હાથ ધરી 10 લાખની વીજચોરી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, સીક્કા વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા પોલીસ અધિકારીના કાફલાને સાથે રાખી માથાભારે શખ્સો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોના ઘરોમાં વીજચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સીક્કાના એએસપી, એન્જીનિયર તથા સીક્કા પીજીવીસીએલના અધિકારીઓની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલી વીજચેકિંગ ડ્રાઈવ દરમિયાન રૂા.10 લાખની વીજચોરી ઝડપી લેવામાં આવી હતી અને વીજચોરીના બીલો ફટકારવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.