Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરતપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિની મા-બાપ વિહોણી દિકરીઓના કન્યાદાન લગ્નોત્સવ-રનું આયોજન - VIDEO

તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વજ્ઞાતિની મા-બાપ વિહોણી દિકરીઓના કન્યાદાન લગ્નોત્સવ-રનું આયોજન – VIDEO

તા. 16 મેથી 6 જૂન સુધીમાં ફોર્મ મેળવી શકાશે : દિકરીઓના મહેંદી, બ્યુટીપાર્લર સહિતની વ્યવસ્થા તથા તમામ લગ્ન વિધીઓ સંસ્થા દ્વારા કરાવવામાં આવશે :

- Advertisement -

તપોવન ફાઉન્ડેશન જામનગર દ્વારા આગામી તા. 17 નવેમ્બરના રોજ સર્વજ્ઞાતિની મા-બાપ વિહોણી 11 દિકરીઓના જાજરમાન ‘કન્યાદાન લગ્નોત્સવ-2’નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટેના ફોર્મ તા. 16 મે થી 6 જૂન સુધીમાં મેળવી તા. 16 જૂન સુધીમાં પરત આપવાના રહેશે. આ અંગે ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના ફાઉન્ડર તથા ટ્રસ્ટીઓ દ્વારા સમગ્ર આયોજન અંગેની માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

તપોવન ફાઉન્ડેશન જામનગર દ્વારા વિજરખી ગામ કંકુનગરમાં માતુશ્રી ઇચ્છાગૌરી છોટાલાલ જાની વડીલ વાત્સલ્ય ધામ દ્વારા વૃધ્ધોને આશ્રય પૂરો પાડવામાં આવે છે. તેમજ વિના મૂલ્યે રહેવા, જમવા સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તપોવન ફાઉન્ડેશન જામનગર દ્વારા અનેકવિધ સેવાકીય અને સામાજિક પ્રવૃતિઓ પણ ચલાવવમાં આવે છે.આવી જ સેવાકીય અને સામજિક પ્રવૃતિઓના ભાગરૂપે તા. 17-11-2024ના રોજ સર્વજ્ઞાતિની મા-બાપ વિહોણી 11 દિકરીઓના કન્યાદાન લગ્નોત્સવ-રનું આયોજન કરવામાં આવ્યું છે. ગઇકાલે યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના ટ્રસ્ટીઓ તથા આ અનેરા સમૂહ લગ્નના આયોજકોએ જણાવ્યું હતું કે, સમાજમાં અલગ-અલગ જ્ઞાતિઓ પોતાની જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરતી હોય છે.સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન યોજાતા હોય છે ત્યારે જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા ફરી એક વખત મા-બાપ વિહોણી અથવા તો પિતા વિહોણી સર્વ જ્ઞાતિની દિકરીઓના સમુહ લગ્ન કન્યાદાન લગ્નોત્સવ-રનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2022માં પ્રથમ વખત તપોવન ફાઉન્ડેશન દ્વારા આવા જ સમૂહ લગ્ન યોજાયા હતા. જેમાં પ્રભુતામાં પગલાં પાડનાર નવદંપતિઓની તાજેતરમાં લગ્નની બીજી વર્ષગાંઠ પણ તપોવન ફાઉન્ડેશન દ્વારા ઉજવવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર તપોવન ફાઉન્ડેશન દ્વારા કન્યાદાન લગ્નોત્સવ-રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જોડાનાર દિકરીઓના માતા-પિતાના કર્તવ્ય ભાવે તપોવન ફાઉન્ડેશન દ્વારા સમૃધ્ધ કર્યા હોય દરેક દિકરીઓને આપવામાં આવશે. તેમજ દિકરી ના હોય તેવા માતા-પિતા આ સમૂહ લગ્નોત્સવમાં ક્ધયાદાનના પૂણ્યકાર્યનું પણ લાભ લઇ શકશે. આ લગ્નોત્સવની વિશેષતા એ છે કે, હિન્દુ શાસ્ત્રોકત વિધી જેવી કે, લગ્ન લખવાની વિધી, ગણેશ સ્થાપના, મંડપ મુહુર્ત, ગૃહશાંતિ, હસ્તમેળાપ અને સપ્તપદીના ફેરા સહિતની તમામ વિધીઓ પંડિતો દ્વારા કરાવવામાં આવશે. તેમજ દિકરીઓને મહેંદી અને બ્યુટીપાર્લરની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત સમૂહ લગ્નના વરરાજાઓનો વરઘોડો એક સાથે નિકળશે. અને લગ્ન મંડપે પહોંચશે. બહારગામથી આવતી જાનના સભ્યોને ઉતારાની, ભોજનની તેમજ વરરાજાને તૈયાર કરવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા આવશે. આ સમૂહ લગ્નમાં લાભ લેવા માટે ઇચ્છુક વ્યકિતઓએ તા. 16 મેથી 6 જૂન સુધીમાં તપોવન ફાઉન્ડેશન C/o. શિવશકિત માર્કેટીંગ, સરૂ સેકશન રોડ, આશાપુરા હોટલ પાસે, જામનગર ખાતેથી સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 દરમ્યાન મેળવી લેવા અને તા. 16 જૂન સુધીમાં સંપૂર્ણ વિગતો ભરીને ફોર્મ જમા કરાવવાના રહેશે. વધુ વિગત માટે તેમજ દિકરી ન હોય તેવા માતા-પિતા કન્યાદાન આપવા માટે પરેશભાઇ જાની મો. 98795 10754 તથા સંજયભાઇ જાની મો. 99244 72709નો સંપર્ક કરવો. કાયદામુજબ લગ્ન માટેની ઉંમર ધરાવનાર કન્યા તેમજ યુવકને સમૂહ લગ્ન માટે યોગ્ય ગણવામાં આવશે.

- Advertisement -

આ પત્રકાર પરિષદમાં તપોવન ફાઉન્ડેશનના ફાઉન્ડર રાજેનભાઇ જાની, સંસ્થાના ટ્રસ્ટી અને પૂર્વ રાજયમંત્રી વસુબેન ત્રિવેદી, ટ્રસ્ટી પરેશભાઇ જાની, નરેન્દ્રભાઇ ત્રિવેદી, રોહિતભાઇ મારૂ તથા ભાવેશભાઇ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર આયોજન માટે ટ્રસ્ટીઓ તથા કાર્યકરોની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

 

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular